મોબાઈલ અને લેપટોપના ચાર્જર ફક્ત સફેદ કે કાળા રંગના જ કેમ હોય છે ? આની પાછળનું રહસ્ય તમે જાણો છો કે નહીં ?
બધા મોબાઇલ અને લેપટોપ ચાર્જર સફેદ કે કાળા રંગના હોય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું કે, આવું શા માટે? હવે આની પાછળનું કારણ શું હોઈ શકે?

સફેદ કે કાળા ચાર્જરને કારણે, ચાર્જરમાંથી ઉત્પન્ન થતી ગરમી સરળતાથી દૂર કરી શકાય છે અને ચાર્જિંગ દરમિયાન ઉત્પન્ન થતી ગરમી તેમાં ફસાયેલી રહેતી નથી, જેના કારણે ચાર્જર અને તેના સાથે જોડાયેલા ડિવાઈસને ઓવરહીટ થવાથી અટકાવી શકાય છે. આ રીતે ચાર્જર અને ડિવાઈસ બંનેની સલામતી માટે આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.

કાળો રંગ ગરમીને વધુ સારી રીતે શોષે છે અને બહાર કાઢે છે, જેના કારણે ચાર્જરની અંદરનું તાપમાન ખૂબ વધારે વધતું નથી. સફેદ રંગ બહારની ગરમીને રિફલેક્ટ કરે છે, જેના કારણે ચાર્જર સૂર્યપ્રકાશમાં કે ગરમ વાતાવરણમાં બહારથી ગરમ થતું નથી.

ન્યુટ્રલ કલરવાળા પ્લાસ્ટિકનો ફોર્મ્યુલા પહેલાથી પ્રમાણિત (Certified) હોય છે, જેના કારણે મોબાઇલ કે લેપટોપ કંપની માટે ફાયર સેફ્ટી કે શોર્ટ-સર્કિટ ટેસ્ટ જેવા ઘણા સેફ્ટી ટેસ્ટ પાસ કરવાનું સરળ બને છે. વધુમાં કંપનીને Safety Approval પણ ઝડપથી મળી જાય છે. આથી ડિવાઈસ તૈયાર કરવા માટે કંપનીનો સમય બચે છે અને પ્રોડક્શનની સ્પીડ પણ વધે છે.

બીજું કે, જો દરેક ફોન માટે અલગ રંગનું ચાર્જર બનાવવું પડે, તો કંપનીઓને અલગ-અલગ રંગની ડાઈ વાપરવી પડશે અને મશીનોને વારંવાર સાફ કરવું પડશે, જેના કારણે પ્રોડક્શન ખર્ચ પણ વધી જશે.

બ્લેક અથવા વ્હાઇટ ચાર્જર બનાવવું ફોન અથવા લૅપટૉપ કંપનીઓ માટે એકદમ સસ્તી અને સરળ રીત છે. જો તેઓ ડિવાઈસના રંગ મુજબ ચાર્જર બનાવવા લાગે, તો માર્કેટમાં ચાર્જરને લઈને ભારે કન્ફ્યૂઝન ફેલાઈ શકે છે.

વધુમાં જ્યારે યૂઝરના ચાર્જર ખરાબ થઈ જાય, ત્યારે તેને મેચિંગ કલરના ચાર્જર શોધવામાં તકલીફ પડી શકે છે. જો કે, કાળા કે સફેદ ચાર્જરના કિસ્સામાં આવું શક્ય નથી, તે સરળતાથી મળી રહે છે.
આ પણ વાંચો: કમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, Keyboard માં ABCD એક લાઈનમાં કેમ નથી હોતી? આની પાછળનું કારણ શું?
