Breaking News : ડૉ. કે.એલ.એન. રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP, વિકાસ સહાય થયા નિવૃત્ત
ગુજરાતના DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ, ડૉ. કે.એલ.એન. રાવને રાજ્યના ઈન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ તેઓ CID ક્રાઈમના વડા છે અને 1992 બેચના IPS અધિકારી છે. નિવૃત્તિને 22 મહિના બાકી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.

ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે(31 ડિસેમ્બર) તેઓ નિવૃત્ત થયા છે. ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.

ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGPની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત પોલીસના વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાય આગામી 31 ડિસેમ્બરના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, ત્યારે રાજ્યના નવા પોલીસ બેડાના સુકાની તરીકે ડૉ. કે.એલ.એન.રાવની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા કોની નિમણૂક થશે તેને લઈ ચર્ચાઓ અને તર્ક-વિતર્ક તેજ બન્યા છે.

આ નિમણૂક માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ IPS અધિકારીઓની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી, જે મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન.

ડો.કે.એલ.એન. રાવ 1992 બેચના બાહોશ IPS અધિકારી છે. મહત્વનું છે કે ચર્ચામાં પણ તેઓ સૌથી આગળ હોવાનું માનવામાં આવતું હતું. ડૉ. રાવ પોલીસ વિભાગમાં લાંબો કાર્યકાળ ધરાવે છે.
ભર શિયાળે રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ, શિયાળુ પાક પર સંકટ
