ખોવાઈ ગયુ છે Aadhaar Card તો ફોલો કરો આ સ્ટેપ્સ, મિનિટોમાં થઈ જશે તમારૂ કામ
UIDAI આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડનું ડિજિટલ વર્ઝન ઑનલાઇન ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. આધારની ડિજિટલી હસ્તાક્ષરિત અને પાસવર્ડથી સુરક્ષિત ઈલેક્ટ્રોનિક કોપી આધારની હાર્ડ કોપી જેટલી જ માન્ય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
![ખોવાઈ ગયુ છે Aadhaar Card તો ફોલો કરો આ સ્ટેપ્સ, મિનિટોમાં થઈ જશે તમારૂ કામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/03/Aadhaar-Card-Updates.jpg?w=1280)
આધારકાર્ડ આપણા મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક છે. કેટલીકવાર આપણે આપણું આધાર આપણી સાથે લેવાનું ભૂલી જઈએ છીએ અથવા તે આપણાથી ખોવાઈ જાય છે તો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે UIDAI આ માટે ઉકેલ આપે છે. ચાલો તેના વિશે જાણીએ. આધાર સંબંધિત બાબતોની દેખરેખ રાખતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડનું ડિજિટલ વર્ઝન ઑનલાઇન ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.
આધારની ડિજિટલી હસ્તાક્ષરિત અને પાસવર્ડથી સુરક્ષિત ઈલેક્ટ્રોનિક કોપી આધારની હાર્ડ કોપી જેટલી જ માન્ય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
ઈ-આધારના ફાયદા શું છે
જેમ આપણે જાણીએ છીએ કે આધાર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ત્યારે ઇ-આધારના ઘણા ફાયદા છે, જેમાં સમયની બચત અને ગમે ત્યાંથી સરળતાથી એક્સેસનો સમાવેશ થાય છે. તે તમારો આધાર નોંધણી કેન્દ્રએ જવાનો સમય અને મહેનત બચાવે છે, અને તમે તેને સરળતાથી સાચવી શકો છો અને તેને ડિજિટલી શેર કરી શકો છો.
યુનિક QR કોડ ઇ-આધાર સાથે આવે છે
ડિજિટલ આધાર વિવિધ હેતુઓ માટે ઓળખ અને સરનામાના માન્ય પુરાવા તરીકે પણ કામ કરે છે. ભૌતિક આધાર કાર્ડની જેમ, ઈ-આધાર પણ એક યુનિક QR કોડ સાથે આવે છે, જે તેને ટેમ્પર-પ્રૂફ બનાવે છે. જણાવી દઈએ કે ડિજિટલ આધારને ઍક્સેસ કરવા માટે, તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ એટલે કે uidai.gov.in અથવા eaadhaar.uidai.gov.in પર જઈ શકો છો.
તમારું આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)- uidai.gov.in ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- હવે હોમપેજ પર ઉપલબ્ધ ‘My Aadhaar’ ટેબ હેઠળના ‘Download Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી તમને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી દાખલ કરવો પડશે.
- હવે તમારું પૂરું નામ, પિન કોડ અને કેપ્ચા કોડ દાખલ કરો.
- પછી ‘ગેટ વન ટાઈમ પાસવર્ડ’ (OTP) બટન પર ક્લિક કરો.
- હવે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મળશે.
- આ પછી આપેલ જગ્યામાં OTP દાખલ કરો અને ‘Download Aadhaar’ બટન પર ક્લિક કરો.
- હવે તમારું આધાર કાર્ડ પીડીએફ ફાઇલ તરીકે ડાઉનલોડ થશે.
નોંધ કરો કે ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલ ખોલવા માટે તમારે પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે, જે તમારા આધાર કાર્ડ પર બતાવ્યા પ્રમાણે તમારા નામના પ્રથમ ચાર અક્ષરો (કેપિટલ લેટર) અને તમારા જન્મ વર્ષ (YYYY) નું સંયોજન છે.