AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોને ભારતીયોનો જડબાતોડ જવાબ, દેશભક્તિના ગીતો પર સ્થાનિક પોલીસે પણ કર્યો ડાન્સ, જુઓ Video

ખાલિસ્તાની સમર્થકોએ અમૃતપાલ સિંહના સમર્થનમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો અને તિરંગાનું પણ અપમાન કર્યું હતું. જો કે તે બાદ ભારત હાઈ કમિશને બિલ્ડીંગ પર મોટો તિરંગો લગાવી દીધો હતો.

લંડનમાં ખાલિસ્તાની સમર્થકોને ભારતીયોનો જડબાતોડ જવાબ, દેશભક્તિના ગીતો પર સ્થાનિક પોલીસે પણ કર્યો ડાન્સ, જુઓ Video
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:00 PM
Share

લંડનમાં ભારતીય ત્રિરંગાના અપમાનના મામલે લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાલિસ્તાની સમર્થકોએ અમૃતપાલ સિંહના સમર્થનમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો અને ભારતીય ત્રિરંગો નીચે ખેંચીને તેનું અપમાન કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોના આ કૃત્ય સામે હવે વિદેશી ભારતીયોએ એકજુટ થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જો કે, આ દરમિયાન કોઈ સૂત્રોચ્ચાર કે કોઈપણ પ્રકારની હિંસા થઈ ન હતી. ઉલટાનું, દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ શાંતિપૂર્ણ રીતે ગીતો અને નૃત્ય દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

આ પણ વાચો: બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી ઉતાર્યો રાષ્ટ્રધ્વજ

ત્રિરંગા સાથે એકઠા થયા હતા અને ભારતીય ધ્વજના અપમાનનો વિરોધ કર્યો હતો

મળતી માહિતી મુજબ, મંગળવારે વિદેશી ભારતીય સમુદાયના ઘણા લોકો ભારતીય હાઈ કમિશનની બહાર ત્રિરંગા સાથે એકઠા થયા હતા અને ભારતીય ધ્વજના અપમાનનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા અને તેના પર ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ પોલીસ પણ ભારતીય સમર્થકો સાથે દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. આના વીડિયો પણ સામે આવ્યા છે.

વિદેશમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો

તમને જણાવી દઈએ કે, આ આખો મામલો ખાલિસ્તાની સમર્થર અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસની કાર્યવાહી સાથે સંબંધિત છે. આ સમાચાર ફેલાતાની સાથે જ અમૃતપાલ સિંહની ધરપકડની અફવા પણ ફેલાઈ હતી, જેના પછી વિદેશમાં ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ત્રિરંગાનું અપમાન પણ આ હંગામાનો એક ભાગ હતો.

પોલીસને ચકમો આપવા માટે અમૃતપાલ સિંહ સતત વાહન બદલ્યા

અમૃતપાલ સિંહ છેલ્લા 4 દિવસથી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. તલાશી દરમિયાન પોલીસને તેની બંને કાર મળી આવી હતી, જેમાં તે ભાગી ગયો હતો. પોલીસને ચકમો આપવા માટે અમૃતપાલ સિંહ સતત વાહન બદલી રહ્યો છે. તે છેલ્લે બાઇક પર ફરાર થતો જોવા મળ્યો હતો. પોલીસે પંજાબના લોકોને પણ આ મામલે સહયોગ કરવાની અપીલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">