Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI એવોર્ડ્સમાંથી ગાયબ હતો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો ખાસ ફંક્શનમાં કેમ ન રહ્યો હાજર

શનિવાર 1 ફેબ્રુઆરીએ BCCIએ મુંબઈમાં એક ખાસ એવોર્ડ શોનું આયોજન કર્યું હતું, જેમાં સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્વિન , જસપ્રીત બુમરાહ, સ્મૃતિ મંધાના જેવા સ્ટાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીઓ હાજર હતા, પરંતુ વિરાટે હાજરી આપી ન હતી.

BCCI એવોર્ડ્સમાંથી ગાયબ હતો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો ખાસ ફંક્શનમાં કેમ ન રહ્યો હાજર
Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Feb 01, 2025 | 10:33 PM

પહેલી ફેબ્રુઆરી શનિવારની સાંજ ભારતીય ક્રિકેટ માટે ખાસ હતી. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટ સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવોર્ડ જીતનાર ખેલાડીઓ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય સ્ટાર્સ પણ હાજર હતા, જ્યારે કોચ ગૌતમ ગંભીર પણ ટીમની સાથે હતો. જો કે, આ સ્ટાર્સથી ભરપૂર મેળાવડામાં એક મોટો ચહેરો ખૂટતો હતો અને તે હતો વિરાટ કોહલી. હવે સવાલ એ છે કે વિરાટ કોહલી BCCIની આ ઈવેન્ટમાં કેમ હાજર ન રહ્યો?

BCCI એવોર્ડસમાં વિરાટ ગાયબ

અમે તમને આનો જવાબ પણ આપીએ છીએ. BCCI દર વર્ષે આ પુરસ્કારોનું આયોજન કરે છે, જેમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં પરંતુ સ્થાનિક ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓને હંમેશા આ એવોર્ડ્સમાં સામેલ કરવામાં આવે છે અને આ વખતે પણ તેનાથી અલગ નથી. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ જેવા ટીમના સ્ટાર્સ સાંજનો ભાગ હતા.

Jio યુઝર્સની મોજ ! 365 દિવસના આ પ્લાનમાં 2.5GB ડેટા, કોલિંગ અને ઘણા લાભ, જાણો કિંમત
આજનું રાશિફળ તારીખ : 08-03-2025
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પહેલા શુભમન ગિલને મળ્યા સારા સમાચાર
તમન્નાહ ભાટિયા અને વિજયના બ્રેકઅપનું કારણ આવ્યું સામે
IPL 2025 પહેલા કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ માટે ખાસ ઓફર
Lady IPS : ગુજરાતના આ મહિલા IPSના શીરે છે PM મોદીની સિક્યુરિટી ની જવાબદારી

દિલ્હીમાં રણજી મેચ રમી રહ્યો હતો વિરાટ

આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી ન હતી અને તેનું કારણ તેની રણજી ટ્રોફી મેચ હતી. જી હા, એ જ રણજી ટ્રોફી મેચ જેમાં વિરાટે 12 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું અને જેની છેલ્લા કેટલાક દિવસોથી દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ મેચ માટે વિરાટ દિલ્હીમાં હાજર હતો અને શનિવારે મેચનો ત્રીજો દિવસ હતો. જો કે વિરાટની ટીમ દિલ્હીએ ત્રીજા દિવસે જ રેલવેને હરાવ્યું હતું, પરંતુ વિરાટ આ એવોર્ડ માટે વિરાટ પહોંચી શક્યો નહોતો.

વિરાટને આ ખાસ ભેટ ન મળી

જો કે વિરાટને આ વખતે BCCI તરફથી કોઈ એવોર્ડ મળવાનો ન હતો કારણ કે આ વખતે તેનું પ્રદર્શન ખાસ ન હતું, પરંતુ તે ખાસ ભેટ મેળવવાથી ચૂકી ગયો. વાસ્તવમાં, BCCIના મુખ્ય સ્પોન્સર ડ્રીમ 11 દ્વારા ગત વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને એક ખાસ ભેટ આપવામાં આવી હતી. આ ભેટ એક ‘પર્સનલાઈઝ્ડ રિંગ’ હતી એટલે કે દરેક ખેલાડીના નામ સાથેની રિંગ છે. વિરાટ કોહલી પણ વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તેને આ રિંગ મળી શકી ન હતી.

રિંગ અલગથી મોકલવામાં આવશે

રોહિત, હાર્દિક, બુમરાહ, સૂર્યકુમાર, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રિષભ પંત, સંજુ સેમસન જેવા ખેલાડીઓ એવોર્ડમાં હાજર હતા, જેમને આ રિંગ મળી હતી. જોકે, એવું નથી કે વિરાટને આ રિંગ નહીં મળે, પરંતુ આ રિંગ તેને અલગથી મોકલવામાં આવશે. વિરાટ સિવાય રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ પણ આ એવોર્ડ શોનો ભાગ ન હતા, તેમને પણ અલગથી આ રિંગ મોકલવામાં આવશે.

આ પણ વાંચો: BCCI Awards : જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાના બન્યા બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, સચિન-અશ્વિનને મળ્યું વિશેષ સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">