હાર્દિક અને ઈશાન સાથે ધોનીનો નોન સ્ટોપ ડાન્સ, મિત્રની પાર્ટીમાં લુટાઈ ગઈ પાર્ટી, જુઓ VIDEO
ફ્રેન્ડની પાર્ટીમાં ધોની, હાર્દિક (Hardik Pandya) અને ઈશાનનો ડાન્સ કરતો આ વીડિયો દુબઈનો માનવામાં આવી રહ્યો છે. બાય ધ વે, આ પાર્ટી શું છે, તે સ્પષ્ટ થયું નથી. ન્યુઝીલેન્ડમાં રમાય રહેલી વનડે સિરીઝમાંથી હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે.

જેવો દેશ તેવો વેશ. આવી જ રીતે ધોનીની ઓળખ પણ કાંઈ આવી છે. મિત્રની પાર્ટીમાં ધોની છવાયો હતો. તેની સાથે જૂનિયર પણ જોવા મળ્યા હતા. ધોનીની સાથે અન્ય ખેલાડીઓએ નોન-સ્ટોપ ડાન્સ કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા ,ઈશાન કિશન અને કૃણાલ પંડ્યા પણ સામેલ હતા. તમામ ખેલાડીઓએ સાથે મળી ખુબ મસ્તી કરી હતી. મિત્રની પાર્ટીમાં ધોની, હાર્દિક, ઈશાનની સાથેનો આ વીડિયો દુબઈનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પાર્ટી શેની છે તે અંગે હાલ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મિત્રની પાર્ટીનો વીડિયો છે.
પાર્ટીમાં ધોની, પંડ્યા અને ઈશાને ડાન્સ કર્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધોની, હાર્દિક, કૃણાલ અને ઈશાન બોલિવૂડના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ડાન્સ દરમિયાન, તે બધા તેમના સ્ટેપ્સ કરે છે. આ વીડિયો ધોનીના ફેન્સનું દિલ જીતી લેશે. હાર્દિક પંડ્યાના ચાહકો માટે તે રસપ્રદ રહેશે. ભારતીય ક્રિકેટ સ્ટાર્સ માટે એક જ પાર્ટીમાં એકસાથે ડાન્સ કરવો અલગ જ છે.
IPL 2023 પર ધોનીની નજર
Mahi & hardik seen dancing at a party with their close friends, last night in dubai 🕺🔥#MSDhoni pic.twitter.com/PB5pGPSZsJ
— Chakri Dhoni (@ChakriDhoni17) November 27, 2022
તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ધોની હાલમાં IPL 2023ને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. IPL 2023ની આ સિઝન તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. તે પોતાની છેલ્લી કેપ્ટનશીપમાં આઈપીએલનો ખિતાબ જીતવા માંગશે.
MS Dhoni, Hardik Pandya, Krunal and Ishan and their friends dancing in the birthday party – What a beautiful video. pic.twitter.com/c8cviOSy4I
— CricketMAN2 (@ImTanujSingh) November 27, 2022
ટીમ ઈન્ડિયાથી ઓફ ડ્યુટી છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા પણ ભારતીય ટીમની ડ્યુટી પરથી આરામ પર છે. ટી 20 વર્લ્ડકપમાં રમ્યા બાદ તેમણે ન્યુઝીલેન્ડમાં રમાયેલી ટી20 સિરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળી અને લોકોનું દિલ જીતી લીધું, ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં રમાય રહેલી વનડે સિરીઝમાંથી તેને આરામ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા આવતા મહિને બાંગ્લાદેશ સામે શરૂ થનારી વનડે સિરીઝમાં પણ ભાગ લેશે નહીં. કૃણાલ પંડ્યા હજુ સુધી ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી, તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે.