IPL 2025 Retention Live : કઇ ટીમ કયા ખેલાડીને રિટેન કરશે? તમામ 10 ટીમોના અપડેટ્સ જાણો
IPL Retention 2025 Live Updates in Gujarati : IPL 2025 મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર પાડવાની છેલ્લી તારીખ આજે પૂરી થઈ રહી છે. સાંજ સુધીમાં તમામ 10 ટીમોના રિટેન્શન પિક્ચર્સ ક્લિયર થઈ જશે. રીટેન્શન સંબંધિત દરેક અપડેટ જાણો.
LIVE NEWS & UPDATES
-
IPL 2025 Retention Live: લખનૌ સુપર જાયન્ટસ કોને રિટેન કરી શકે છે ?
રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ રિષભ પંતને રિલીઝ કરી શકે છે. તો અક્ષર પટેલ, કુલદીપ યાદવ,ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને રિટને કરવાની શક્યતા છે. કેપ્ટન રિષભ પંત સિવાય ડેવિડ વોર્નર ખલીલ અહમદ જેવા નવા નવા ખેલાડી મેગા ઓક્શનમાં રિલીઝ થઈ શકે છે.
-
IPL 2025 Retention Live: લખનૌ સુપર જાયન્ટસ કોને રિટેન કરી શકે છે ?
લખનૌ સુપર જાયન્ટસ નિકોલસ પુરનની સાથે સાથે મયંક યાદવ, રવિ બિશ્રોઈ,મોહસિન ખાન અને આયુષ બદોનીને રિટેન કરી શકે છે. તો કેપ્ટન કે.એલ રાહુલ, માર્કસ સ્ટોયનિસ અને ક્વિંટન ડિકોક જેવા ખેલાડીઓ ઓક્શન માટે રિલીઝ થઈ શકે છે
-
-
IPL 2025 Retention Live: ગુજરાત ટાઈટન્સ કોને રિટેન કરી શકે છે ?
ગુજરાત ટાઈટન્સની ટીમ કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન,સાંઈ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરુખ ખાનને રિટેન કરી શકે છે. તો મોહમ્મદ શમી, ડેવિડ મિલર, ઉમેશ યાદવ,કેન વિલિયમસન જેવા અનુભવી ખેલાડીને રિલીઝ કરી શકે છે
-
IPL 2025 Retention Live: પંજાબ કિંગ્સ કોને રિટેન કરી શકે છે ?
પંજાબ કિંગ્સની ટીમ માત્ર શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને રિટેન કરી શકે છે. અર્શદીપ સિંહ કાગિસો રબાડા, જોની બેયરસ્ટો, લિયામ લિવિગસ્ટન જેવા ખેલાડીઓ પણ રિલીઝ થઈ શકે છે. જ્યારે શિખર ધવન સંન્યાસ લઈ ચૂક્યો છે
-
IPL 2025 Retention Live: રાજસ્થાન રોયલ્સ કોને રિટેન કરી શકે છે
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન,યશસ્વી જ્યસ્વાલ, રિયાન પરાગ અને સંદીપ શર્મા રિટેન થઈ શકે છે. જ્યારે ધ્રુવ જુરેલના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. જોસ બટલર, યુઝવેન્દ્ર ચહલ,ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિન સહિત અન્ય ખેલાડીઓ રિલીઝ થઈ શકે છે
-
-
IPL 2025 Retention Live: કઈ ટીમના પર્સમાં કેટલા પૈસા
- દિલ્હી કેપિટલ્સના પર્સમાં સૌથી વધારે પૈસા છે. 9 કરોડ 90 લાખ રુપિયા
- પાંચ વખતની ચેમ્પિયન ટીમ સીએસકે પાસે 1 કરોડ રુપિયા છે
- ગુજરાત ટાઈટન્સ પાસે હજુ 7 કરોડ 85 લાખ રુપિયા છે
- કોલકત્તા નાઈટરાઈડર્સ પાસે 1 કરોડ 35 લાખ
- લખનૌ સુપર જાયન્ટસ પાસે અંદાજે 95 લાખ રુપિયા
- મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં હજુ 1 કરોડ 50 લાખ
- પંજાબ કિંગ્સ પાસે 4 કરોડ 15 લાખ
- આરસીબી પાસે 2 કરોડ 85 લાખ રુપિયા
- સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 3 કરોડ 20 લાખ રુપિયા છે
- સૌથી ઓછા પૈસા રાજસ્થાન રોયલ્સની ટીમ પાસે છે, માત્ર 20 લાખ રુપિયા
-
IPL 2025 Retention Live: તમે IPL 2025 રીટેન્શન લાઈવ ક્યાં જોઈ શકશો ?
આઈપીએલ 2025 રિટેન્શન મોબાઈલ પર લાઈવ જોઈ શકો છો. જેના માટે મોબાઈલમાં જિયો એપ હોવી જરુરી છે.સાંજે 4.30 કલાકે જિયો સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ શરુ થશે. તેમજ ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક આ લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકો છો.
-
-
IPL 2025 Retention Live: 4.30 કલાકે જાહેરાત થશે
આઈપીએલ 2025 માટે હજુ સુધી કોઈ ટીમે સત્તાવાર રુપે કોઈ જાહેરાત કરી નથી. આજે સાંજે 4.30 કલાકે રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ આવી શકે છે.
-
IPL 2025 Retention Live: ચેન્નાઈ સુપર કિંગ્સનમાં કોણ રહેશે ?
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોતાના સ્ટાર ખેલાડી એમએસ ધોની સિવાય ઋતુરાજ ગાયકવાડ,રવિન્દ્ર જાડેજા,મથીશા પથિરાના અને શિવમ દુબેને રિટેન કરી શકે છે. તો ઓપનર ડેવન કોનવે, રચિન રવિન્દ્ર અને દિપક ચાહર જેવા ખેલાડીઓને રિલીઝ કરવાની આશા જોવા મળી રહી છે.
-
IPL 2025 Retention Live: મુંબઈ ઈન્ડિયન્સની રીટેન્શન લિસ્ટમાં કોણ છે
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને નમન ધીરને રિટેન કરી શકે છે. તો ઈશાન કિશન, ટિમ ડેવિડ, નેહાલ વઢેરા સહિત અન્ય ખેલાડીઓને રિલીઝ કરી શકે છે.
-
IPL 2025 Retention Live:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રીટેન્શન લિસ્ટમાં કોણ છે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની રીટેન્શન લિસ્ટમાં સૌથી પહેલા નામ વિરાટ કોહલીનું નામ હશે. તેના સિવાય યશ દયાલ અને રજત પાટીદારને રિટેન થવાની સંભાવના છે. તો કેપ્ટન ફાફ ડુપ્લેસી, મોહમ્મદ સિરાજ, ગ્લેન મેક્સવેલ સહિત અન્ય ખેલાડીઓને રિલીઝ કરી શકે છે.
IPL 2025ની મેગા ઓક્શન નવેમ્બરમાં થઈ શકે છે. પરંતુ આ પહેલા ખેલાડીઓની રિટેન્શન ચર્ચાનો વિષય બન્યો છે.કારણ કે, તેની ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે. આજ સાંજ સુધી 10 ટીમોના રિટેન કરેલા ખેલાડીઓના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જાણ થશે કે, ક્યો ખેલાડી મેગા ઓક્શનમાં ઉતરશે. રિપોર્ટ મુજબ કે.એલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર જેવા અન્ય ખેલાડીઓ રિલીઝ થઈને મેગા ઓક્શનમાં ઉતરી શકે છે.