2.4.2025

Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ 

Image -  Soical media 

ઘઉંના જ્વારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે.

ઘઉંના જવારા ઉગાડવા માટે સૌથી પહેલા ઘઉંને એક દિવસ પલાળી રાખો.

 ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી અને છાણિયું ખાતર ઉમેરો.

હવે કૂંડામાં છુટા છવાયા ઘઉં મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો.

છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડનો ઝડપથી વિકાસ થાય.

ધ્યાન રાખો કે પાણી વધારે નાખવાથી મૂળમાં પાણી ભરાઈ જાય છે. સમય સમય પર નીંદણ કરતા રહેવું જોઈએ.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.