તમે પણ વડાપ્રધાન મોદીની જેમ કરી શકો છો અલકનંદા ક્રૂઝ પર મુસાફરી, આ રીતે ઘરે બેઠા કરો ટિકિટ બુક

જો તમે પણ વડાપ્રધાન મોદીની જેમ અલકનંદા ક્રૂઝ પર મુસાફરી કરવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. ટિકિટ બુક કરવા માટે તમારે સૌથી પહેલા અલકનંદા ક્રૂઝલાઈનની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:25 PM
વડાપ્રધાન મોદી (PM Modi)એ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ સુધી વારાણસીના ખિડકિયા ઘાટથી લલિતા ઘાટ સુધી ક્રૂઝ બોટ પર ગયા. તેનું નામ અલકનંદા ક્રૂઝ છે. અલકનંદા ક્રૂઝ પર વડાપ્રધાન મોદીની સાથે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. આ ક્રૂઝ પર મુસાફરી કરતા સમયે ગંગા નદીનો સુંદર નજારો દેખાય છે. જો તમે પણ વડાપ્રધાન મોદીની જેમ અલકનંદા ક્રૂઝ પર મુસાફરી કરવા ઈચ્છો છો તો ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. (Image-ANI)

1 / 6
ટિકિટ બુક કરવા માટે તમારે સૌથી પહેલા અલકનંદા ક્રૂઝલાઈનની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે. આ સિવાય તમે સીધા https://alaknandacruise.com/ પર પણ જઈ શકો છો. જ્યાં તમને સૌથી ઉપર આપેલા ઓપશન્સમાંથી બુક નાઉ ઓપ્શન પર જવું પડશે.

2 / 6
આ ઓપ્શન પર ક્લિક કરવા પર તમને ઘણા પ્રકારની ડીલ દેખાશે. જેમાં વિકેન્ડ ડિનર ક્રૂઝ, મોર્નિગ ટૂર-લેજેન્ડ ઓફ કાશી અને ઈવનિંગ ટૂર સામેલ છે. જ્યાં વિકેન્ડ ડિનર ક્રૂઝની કિંમત 2,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. ત્યારે મોર્નિગ ટૂર લેજેન્ડ ઓફ કાશી અને ઈવનિંગ ટૂરમાં 900 રૂપિયા પ્રતિ વ્યક્તિ પર ટિકિટની કિંમત નક્કી કરવામાં આવી છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમાં કોઈ ચાર્જ નથી.

3 / 6
તેમાં ટૂરનો સમય, તેમાં શું-શું ખાસ હશે. તે તમામ જાણકારી જોઈ શકાશે. મોર્નિગ અને ઈવનિંગ ટૂરનો સમય દોઢ કલાકનો છે. ટૂરના નામની સાથે બુક નાઉ લખેલું દેખાશે. તમારે તેની પર ક્લિક કરવાનું છે. તેને ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે અલકનંદા મોર્નિગ ટૂર અને ભાગીરથી મોર્નિગ ટૂર- આ બે ઓપ્શન દેખાશે.

4 / 6
હવે તમારે અલકનંદા મોર્નિંગ ટુરની જમણી બાજુએ આપેલા Book Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારે બુકિંગની તારીખ અને ઉપલબ્ધ સ્લોટને પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે સીટ નંબર પણ પસંદ કરવાના છે. તેના આધાર પર તમારૂ ભાડુ આવી જશે, ત્યારબાદ પ્રોસીડ ટૂ બુક ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

5 / 6
ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારી ખાનગી જાણકારી ભરવી પડશે. તેમાં તમારે પોતાનું પુરૂ નામ, મોબાઈલ નંબર, વોટસએપ નંબર, ઈમેઈલ આઈડી, પોતાની નાગરિકતાનો દેશ, શહેર, જન્મ તારીખ, અને આઈડી નંબર ભરવો પડે, પછી કન્ફર્મ બુકિંગ પર ક્લિક કરવાનું છે અને પૈસા ચુકવવાના છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">