Nail Care: આ ઘરગથ્થુ ઉપચારની મદદથી પીળા નખને ફરી ગુલાબી બનાવી શકાશે

ખૂબ વ્યસ્ત હોવાને કારણે લોકો તેમની ત્વચા અને સ્વાસ્થ્યની સંભાળ તો કરી લે છે પણ નખ પર ખાસ ધ્યાન આપી શકતા નથી. નખની સંભાળને અવગણવાથી નખ પીળા થઈ જાય છે. નખની પીળાશને દૂર કરવા માટે તમે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. તેમની મદદથી તમે તમારા નખને ફરી ગુલાબી બનાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 2:08 PM
વિનેગર: એક બાઉલમાં 4 થી 5 ચમચી વિનેગર લો અને તેમાં કોટન પલાળી દો. હવે ધીમે ધીમે પલાળેલા કોટનને નખ પર ઘસવાનું શરૂ કરો. આ લીકવીડને લગભગ 10 મિનિટ સુધી નખ પર લગાવો. વિનેગરમાં હાજર એસિડ ગંદકીને દૂર કરશે અને નખને ચમકદાર બનાવશે.

1 / 5
બેકિંગ સોડાઃ એક બાઉલમાં થોડો બેકિંગ સોડા લો અને તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તૈયાર મિશ્રણને કોટનની મદદથી નખ પર લગાવો. તેને લગભગ 5 મિનિટ સુધી રહેવા દો અને પછી નખને થોડીવાર ગરમ પાણીમાં રાખો. આ જ ગરમ પાણીથી નખ સારી રીતે ધોઈ લો.

2 / 5
લીંબુ અને શેમ્પૂ: એક ડોલમાં ગરમ ​​પાણી લો અને તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તેમાં થોડું શેમ્પૂ નાખો. હવે આ તૈયાર મિશ્રણમાં હાથ અને પગના નખને લગભગ 10 થી 15 મિનિટ સુધી રાખો.

3 / 5
બદામ અને ઓલિવ ઓઈલઃ એક બાઉલમાં ઓલિવ ઓઈલ લો અને તેમાં બેથી ચાર બદામના ટુકડા ગરમ કરો. જ્યારે તૈયાર કરેલું તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને નખ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી નખની પીળાશ દૂર થશે, સાથે જ તે અંદરથી મજબૂત પણ થશે.

4 / 5
ટૂથપેસ્ટઃ દાંતને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતી ટૂથપેસ્ટ નખને સફેદ અને ગુલાબી બનાવવામાં પણ અસરકારક છે. તમારે માત્ર થોડી ટૂથપેસ્ટ લેવાની છે અને તેનાથી નખ પર મસાજ કરવો. મસાજ કર્યા પછી, નખને હુંફાળા પાણીથી ધોઈ લો અને તેના પર મોઈશ્ચરાઈઝર લગાવો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">