AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોટીન મામલે ચિકન અને ઈંડાને પણ પાછળ છોડે છે આ ફૂડ : 100 ગ્રામમાં મળે છે 36 ગ્રામ પ્રોટીન

શરીરમાં પ્રોટીનની માત્રા વધારવા માટે હવે માત્ર ઈંડા, ચિકન કે કઠોળ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ફૂડ ગાઈડ TasteAtlas ના તાજેતરના રિપોર્ટ અનુસાર આ ફૂડમાં પ્રોટીન બાબતે ટોચ પર છે, જેમાં પ્રતિ 100 ગ્રામે 36 ગ્રામ પ્રોટીન મળી આવે છે.

પ્રોટીન મામલે ચિકન અને ઈંડાને પણ પાછળ છોડે છે આ ફૂડ : 100 ગ્રામમાં મળે છે 36 ગ્રામ પ્રોટીન
| Updated on: Nov 01, 2026 | 2:25 PM
Share

જો તમે તમારા દૈનિક આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માંગતા હોવ, તો તેના માટે માત્ર ચિકન, ઈંડા કે દાળ પર જ નિર્ભર રહેવાની જરૂર નથી. કેટલાક એવા ખાદ્યપદાર્થો પણ છે જેમાં પ્રોટીન ખૂબ જ ઊંચી માત્રામાં મળી આવે છે. ગ્લોબલ ફૂડ ગાઈડ TasteAtlas દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલી યાદીમાં પ્રોટીનથી ભરપૂર એવા ફૂડ્સની વિગતો આપવામાં આવી છે, જેમાં સામાન્ય રીતે આપણા ફ્રિજમાં જોવા મળતી એક ખાસ ચીજ તમામ નોનવેજ સ્ત્રોતોને પાછળ છોડી રહી છે.

સામાન્ય રીતે પ્રોટીનયુક્ત આહારની વાત નીકળે ત્યારે ચિકન, માછલી, ઈંડા અને કઠોળનું નામ સૌથી પહેલાં મગજમાં આવે છે. પરંતુ TasteAtlas ના આંકડા મુજબ આ યાદીમાં સૌથી આગળ ‘પાર્મેસન ચીઝ’ (Parmesan Cheese) છે. ગાયના દૂધમાંથી તૈયાર થતી આ ચીઝ સ્વાદમાં સહેજ ખારી અને વિશિષ્ટ ફ્લેવર ધરાવતી હોય છે. તેને સામાન્ય રીતે પાસ્તા, સૂપ કે સલાડ પર છીણીને ઉમેરવામાં આવે છે.

પાર્મેસન ચીઝમાં સૌથી વધુ પ્રોટીન

TasteAtlas અનુસાર, દર 100 ગ્રામ પાર્મેસન ચીઝમાં આશરે 36 ગ્રામ જેટલું શુદ્ધ પ્રોટીન હોય છે. આ સરખામણીમાં તે ચિકન બ્રેસ્ટ, ટૂના ફિશ, બીફ, બદામ, ટોફૂ, ઈંડા અને દાળ કરતાં પણ આગળ નીકળી જાય છે. તે એક હાર્ડ અને લાંબા સમય સુધી પ્રોસેસ કરીને બનાવાતી ચીઝ છે. જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ચિકન કે દાળની જેમ ચીઝને વધુ માત્રામાં ખાઈ શકાતી નથી, કારણ કે તેમાં ફેટ અને સોડિયમનું પ્રમાણ પણ વધારે હોય છે.

View this post on Instagram

A post shared by TasteAtlas (@tasteatlas)

અન્ય ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ (દર 100 ગ્રામે)

  • ચિકન બ્રેસ્ટ: પ્રોટીન માટે સૌથી લોકપ્રિય માનવામાં આવતા ચિકન બ્રેસ્ટના દર 100 ગ્રામમાં આશરે 32 ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તે ફિટનેસ પ્રેમીઓની પ્રથમ પસંદગી છે.
  • ટૂના ફિશ: બ્લૂફિન ટૂના માછલીના 100 ગ્રામ હિસ્સામાં આશરે 30 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે, જેને ગ્રીલ કરીને કે સલાડ સાથે ખાઈ શકાય છે.
  • બીફ સ્કર્ટ સ્ટેક: રેડ મીટ ખાનારા લોકો માટે 100 ગ્રામ ગ્રીલ્ડ બીફમાંથી અંદાજે 29 ગ્રામ પ્રોટીન મળે છે.
  • બદામ (શાકાહારીઓ માટે બેસ્ટ): 100 ગ્રામ કાચી બદામમાં આશરે 21 ગ્રામ પ્રોટીન મળી આવે છે. તેમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર પણ હોય છે, પરંતુ કેલરી વધુ હોવાથી તેનું નિયંત્રિત સેવન કરવું હિતાવહ છે.
  • ટોફૂ (પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન): સોયાબીનમાંથી બનતા ટોફૂના 100 ગ્રામ ભાગમાં લગભગ 17 ગ્રામ પ્રોટીન હોય છે. શાકાહારી અને વિગન લોકો માટે તે પનીરનો ઉત્તમ વિકલ્પ છે.
  • બાફેલા ઈંડા: રોજિંદા આહારમાં ઈંડા પ્રોટીનનો સૌથી સરળ સ્ત્રોત છે. 100 ગ્રામ બાફેલા ઈંડામાંથી લગભગ 13 ગ્રામ પ્રોટીન પ્રાપ્ત થાય છે.
  • રાંધેલી દાળ: ભારતીય ભોજનમાં રોજ વપરાતી દાળ માત્ર પ્રોટીન જ નહીં પરંતુ ડાયેટરી ફાઈબરનો પણ ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ રાંધેલી દાળમાંથી અંદાજે 9 ગ્રામ પ્રોટીન શરીરને મળે છે.

બેવડી ઋતુમાં ફેફસાંને રાખશે સ્વસ્થ: ઉધરસ, કફ અને ગળાની ખરાશથી બચાવશે આ દેશી હર્બલ ડ્રિંક, જાણો બનાવવાની રીત

Follow Us
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન
g clip-path="url(#clip0_868_265)">