AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ, 700 કરોડના દાનની તૈયારી

Breaking News : અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ, 700 કરોડના દાનની તૈયારી

| Updated on: Nov 01, 2026 | 1:57 PM
Share

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી બેઠકમાં શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલના નિર્માણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને પ્રોજેક્ટ સમાજ માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી તૈયાર કરવામાં આવશે.

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામના મંદિર પરિસરમાં શૈક્ષણિક સંકુલ અને આધુનિક હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 2,000 વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા ધરાવતું શૈક્ષણિક સંકુલ તૈયાર કરવામાં આવશે. જ્યારે પરિસરમાં 500 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે.

ઉમિયાધામમાં બનશે શાળા અને હોસ્પિટલ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી બેઠકમાં શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલના નિર્માણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને પ્રોજેક્ટ સમાજ માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી તૈયાર કરવામાં આવશે.

હોસ્પિટલ માટે NRI દાતા 700 કરોડનું દાન આપશે

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના નિર્માણ માટે એક NRI દાતાએ 700 કરોડ રૂપિયાનું દાન આપવાની તૈયારી દર્શાવી છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં અમદાવાદમાં આરોગ્યસેવાઓને નવી સુવિધા મળશે. 500 બેડની હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

2000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી શાળા બનશે

આ ઉપરાંત, 2,000 વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા ધરાવતા શૈક્ષણિક સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી તકો મળી શકશે. વિશ્વ ઉમિયાધામ દ્વારા જાહેર કરવામાં આવેલા આ બંને પ્રોજેક્ટ આગામી સમયમાં સમાજ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Udhna Breaking News : દિવાળી-છઠ્ઠ પૂજા પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર માનવહેરામ ! વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ, રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">