AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું, માલિકો સાથે સમજૂતી ! જુઓ Video

Surat Breaking News : સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું, માલિકો સાથે સમજૂતી ! જુઓ Video

| Updated on: Nov 01, 2026 | 1:48 PM
Share

સુરતમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલું એમ્બ્રોયડરી ઉદ્યોગના કામદારોનું આંદોલન આખરે સમેટાયું છે. એમ્બ્રોયડરી ઓનર્સ એસોસિએશન અને મજૂર સંગઠન વચ્ચે સમજૂતી થતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલું એમ્બ્રોયડરી ઉદ્યોગના કામદારોનું આંદોલન આખરે સમેટાયું છે. એમ્બ્રોયડરી ઓનર્સ એસોસિએશન અને મજૂર સંગઠન વચ્ચે સમજૂતી થતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમજૂતી મુજબ, કામદારોના હાલના પગાર અને કામના કલાકોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. દર મહિનાની 1થી 9 તારીખ વચ્ચે પગાર ચૂકવવાની ખાતરી માલિકો દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત કામદારોને અઠવાડિયામાં એક દિવસ પગાર સાથે રજા મળશે. રવિવારે કામ કરવું કે રજા રાખવી તેનો નિર્ણય કામદારો પર છોડવામાં આવ્યો છે.

કામદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે

મહત્વની વાત એ છે કે કામદારોની રજા દરમિયાન પણ એમ્બ્રોયડરી મશીનો બંધ ન રહે તે માટે યુનિટમાં કામ કરતા અન્ય કારીગરો સાથે પરસ્પર સંમતિથી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી કામદારોને પગાર સાથે રજા પણ મળી રહેશે અને ઉદ્યોગનું કામકાજ પણ ચાલુ રહેશે. કામદારો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ માલિકોએ સંમતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે કામદારો છેલ્લા ત્રણ મહિનાથી આઠ કલાકની ડ્યુટી અને સાપ્તાહિક રજાની માગ સાથે આંદોલન કરી રહ્યા હતા.

અગાઉ કામદારો દ્વારા મશીનો બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક કામદારોએ ‘ગાંવ ચલો’ અભિયાન પણ ચલાવ્યું હતું. હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી થતાં 1 નવેમ્બરથી યોજાનારા વિરોધ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થશે તો યુનિયનના પ્રમુખો સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાનો નિર્ણય પણ લેવાયો છે. આ સમજૂતીથી કામદારો અને માલિકો વચ્ચે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો, Udhna Breaking News : દિવાળી-છઠ્ઠ પૂજા પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર માનવહેરામ ! વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ, રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">