કાનુની સવાલ : મહિલાની ગતિવિધિઓ પર નજર રાખવી એ ગુનો ગણાય કે નહીં, જાણો ?
સંબંધોમાં, પુરુષો ઘણીવાર મહિલાઓના ફોન, તેમના આવવા-જવાનો સમય, તેમનું લોકેશન અને મેસેજ આવવા પર જાસૂસી કરવાનું શરૂ કરે છે. શું તમે જાણો છો કે આ ગોપનીયતાનું ઉલ્લંઘન છે? બંધારણીય નિયમો લાગુ પડે છે, જે દરેક મહિલાને જાણવા જોઈએ.

કોઈને વારંવાર એ પુછવું કે, તમે ક્યાં જાવ છો. કોની સાથે વાત કરો છો અથવા ફોન પર કોનો મેસેજ આવ્યો છે. ક્યારેક ક્યારેક ચિંતા લાગે છે પરંતુ જ્યારે આ સવાલ દરેક એક્ટિવિટી પર વારંવાર ઉભો થાય છે. ત્યારે દરેક ગતિવિધિ પર નજર રાખવા ફોનની તપાસ કરવી કે પરવાનગી વગર લોકેશન ટ્રેક કરવા સુધી પહોંચે છે.

આ મામલો માત્ર શંકા કે સંબંધોમાં વિશ્વાસની ઉણપ રહેતી નથી. આ કંટ્રોલ તમારી પ્રાઈવસી અને પર્સનલ ફ્રીડમ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે મહિલાઓને લાગે છે કે, આ સામાન્ય વાત છે. તો આ સ્થિતિમાં તે શઉં કરી શકે છે. મહિલાઓ જાણીને પણ પોતાનો સ્ટેન્ડ લઈ શકતી નથી. પરંતુ શું તમને ખબર છે. આ માટે સંવિધાનમાં કાનુન છે.

ચોરીછુપીથી મહિલાની ગતિવિધિઓ પર નજર રાખવી, તેનો પીછો કરવો, અથવા તેના ફોન કે સોશિયલ મીડિયા પર જાસૂસી કરવી એ "કાળજી" કે "અધિકાર" નથી, પરંતુ એક ગંભીર, સજાપાત્ર ગુનો છે.

ભારતીય બંધારણની કલમ 21 દરેક મહિલાને ગોપનીયતા અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર આપે છે, પછી ભલે તે તેના ઘરમાં હોય કે ડિજિટલ વિશ્વમાં. કોઈ પણ વ્યક્તિ, જીવનસાથી કે પરિવારના સભ્ય પણ સ્ત્રીની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકે નહીં.

જો કોઈ વ્યક્તિ મહિલાનો ડિજિટલ માધ્યમથી પીછી કરી રહ્યું છે. તો ભારતીય કાનુનમાં આના વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 78 સ્ટોકિંગની ચર્ચા કરે છે. આ એક સ્ટોકિંગ ગુનો છે. આના હેઠળ પહેલી વખત 3 વર્ષની સજા અને દંડ જો બીજી વખત આવું કરતા પકડાય તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.


જો તમને લાગે કે કોઈ તમારા લોકેશનને ટ્રેક કરી રહ્યું છે, તમારા ફોન પર જાસૂસી કરી રહ્યું છે, અથવા સતત તમને હેરાન કરી રહ્યું છે, તો તમે આ પગલાં લઈ શકો છો.નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. સુરક્ષા સમસ્યાના કિસ્સામાં મહિલાઓ મહિલા પોલીસ અધિકારી સાથે વાત કરવાની વિનંતી પણ કરી શકે છે.

ઓનલાઈન સર્વેલન્સ, એકાઉન્ટ હેકિંગ અથવા ડિજિટલ હેરેસમેન્ટના કેસ માટે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in) નો ઉપયોગ કરો.112 પર સંપર્ક કરો.

સહાય માટે મહિલા હેલ્પલાઈન 1091 પણ ઉપલબ્ધ છે.અજાણ્યા એપ્સ, લોકેશન શેરિંગ અને લોગિન ડિવાઇસ અને એકાઉન્ટ પરવાનગીઓ તપાસો. સુરક્ષિત ડિવાઇસમાંથી પાસવર્ડ બદલો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલું કરો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
