AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : પામ ઓઇલ અને નકલી માવાથી બનતી હતી મીઠાઈ ! સુરતમાં ₹36.69 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ થતાં મચી હલચલ ! જુઓ Video

Surat Breaking News : પામ ઓઇલ અને નકલી માવાથી બનતી હતી મીઠાઈ ! સુરતમાં ₹36.69 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ થતાં મચી હલચલ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2026 | 10:57 AM
Share

દિવાળી પહેલાં સુરતના કામરેજ અને કોસમાળામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. શંકાસ્પદ મીઠાઈ અને બરફીના કુલ જથ્થા અંગે તપાસ શરૂ કરાઈ છે. રૂ. 36.69 લાખનો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયાં છે.

સુરત જિલ્લામાં દિવાળીના તહેવાર પહેલાં જ આરોગ્ય વિભાગે ભેળસેળયુક્ત મીઠાઈના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. કામરેજના છેડછા ગામમાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા દરમિયાન હલકી ગુણવત્તાની અને શંકાસ્પદ સામગ્રીમાંથી મીઠાઈ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગે અહીંથી અંદાજે 2,826 કિલો મીઠાઈ અને અન્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે.

કાર્યવાહી દરમિયાન પામ ઓઇલના 74 ડબ્બા, છૂટું પામ ઓઇલ, તૈયાર બરફીનો માવો, મીઠાઈ તેમજ પેકિંગ બોક્સ સહિત કુલ રૂ. 36.69 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ મીઠાઈનાં સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યાં છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ મીઠાઈની ગુણવત્તા અને ભેળસેળ અંગે વધુ સ્પષ્ટતા થશે.

1,800 કિલો શંકાસ્પદ જથ્થો હોવાની આશંકા

બીજી તરફ, કોસમાળા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ બરફીના વેચાણ અંગે મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી ગુલકન બરફી, સફેદ બરફી અને અંજીર બરફી એમ ત્રણ પ્રકારની બરફીનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. અંદાજે 1,800 કિલો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. સેમ્પલ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો, Trending Video : શું તમે જોયું વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંદરનું રૂપ ? ટ્રેનમાં મળી રહી છે એવી આધુનિક સુવિધાઓ કે વિદેશી ટ્રેનો પણ રહી જશે પાછળ!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">