AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાપીની વ્યારા સુગર મિલમાં ખેડૂતોની કફોડી સ્થિતિ : શેરડીના ₹6 કરોડના બાકી નાણાં મેળવવા 800થી વધુ ખેડૂતો ઉતર્યા ધરણાં પર

તાપીની વ્યારા સુગર મિલમાં ખેડૂતોની કફોડી સ્થિતિ : શેરડીના ₹6 કરોડના બાકી નાણાં મેળવવા 800થી વધુ ખેડૂતો ઉતર્યા ધરણાં પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2026 | 2:00 PM
Share

તાપી જિલ્લાની વ્યારા સુગર મિલ દ્વારા સમયસર ચૂકવણું ન થતાં 800થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળી પર્વ અને શેરડીના વાવેતર સમયે નાણાં ન મળતાં ખેડૂતોએ ધરણાં શરૂ કર્યા છે, જ્યારે મંડળી સત્તાધીશોએ ટૂંક સમયમાં ચૂકવણીની ખાતરી આપી છે.

તાપી જિલ્લાની ઓળખ સમાન વ્યારા સુગર મિલની આર્થિક સ્થિતિ કથળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. શેરડીના બાકી લેણાં ન મળવાના કારણે 800થી વધારે ખેડૂતો પોતાના હકના નાણાં મેળવવા મિલ પરિસરમાં ધરણાં કરવા મજબૂર બન્યા છે. કલેક્ટરથી લઈને રજિસ્ટ્રાર સુધી રજૂઆતો, ટ્રેક્ટર રેલી અને પૂતળા દહન છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોનું કહેવું છે કે દિવાળીના તહેવાર ટાણે અને શેરડીના નવા વાવેતરની સીઝન હોવા છતાં નાણાંના અભાવે ખેતી અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કસ્ટોડિયન કમિટી અને ડિરેક્ટરો યોગ્ય પ્રતિસાદ ન આપતા હોવાના તેમજ વહીવટમાં ગેરરીતિ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા છે.

બીજી તરફ મંડળીના સત્તાધીશોએ જણાવ્યું છે કે એફઆરપી (FRP) મુજબ ત્રીજા હપ્તા પેટે આશરે ₹6 કરોડનું ચૂકવણું બાકી છે, જેની વ્યવસ્થા થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાશે. આંદોલન અને સર્વેમાં વિલંબ થતાં ચુકવણીમાં મોડું થયું હોવાની સ્પષ્ટતા પણ મિલ પ્રશાસને કરી છે.

CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ અને SIR મુદ્દે તીખી રાજકીય તકરાર– જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">