Stock Market: 01 જાન્યુઆરી, 2026 ના રોજ શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ ? વર્ષ 2026 માં કેટલા દિવસ માર્કેટ બંધ રહેશે ? જુઓ આખું લિસ્ટ
વર્ષ 2026 ની શરૂઆત પહેલા જ રોકાણકારોના મનમાં એક સવાલ ઊભો થયો છે કે, શું આ વખતે 1 જાન્યુઆરી, 2026 ના રોજ શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ રહેશે?

દર વર્ષની જેમ 2026 ની શરૂઆત પહેલા જ શેરબજારને લઈને એક મૂંઝવણ ઊભી થઈ છે. વાત એમ છે કે, 1 જાન્યુઆરીને વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. એવામાં રોકાણકારો જાણવા માંગે છે કે, 1 જાન્યુઆરી, 2026 ના રોજ બજાર ખુલ્લું રહેશે કે બંધ રહેશે?

એક્સચેન્જની માહિતી અનુસાર, 1 જાન્યુઆરી, 2026 ના રોજ શેરબજાર સંપૂર્ણપણે ખુલ્લું રહેશે. આનો અર્થ એ થયો કે, તે દિવસે BSE કે NSE બંધ રહેશે નહીં. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સામાન્ય ટ્રેડિંગ થશે.

જો આપણે વર્ષ 2026 માટે શેરબજારના હોલિડે કેલેન્ડર પર નજર કરીએ તો, જાન્યુઆરીમાં પહેલી સત્તાવાર બજાર રજા '26 જાન્યુઆરી, 2026' ના રોજ છે, જે પ્રજાસત્તાક દિવસના અવસરે છે.

આ સિવાય 03 માર્ચ 2026 (મંગળવાર) – હોળી, 26 માર્ચ 2026 (ગુરુવાર) – શ્રી રામ નવમી, 31 માર્ચ 2026 (મંગળવાર) – મહાવીર જયંતિ, 03 એપ્રિલ 2026 (શુક્રવાર) – ગુડ ફ્રાઈડે, 14 એપ્રિલ 2026 (મંગળવાર) – ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ, 01 મે 2026 (શુક્રવાર) – મહારાષ્ટ્ર દિવસ, 28 મે 2026 (ગુરુવાર) – બકરી ઈદ, 26 જૂન 2026 (શુક્રવાર) – મોહરમ, 14 સપ્ટેમ્બર 2026 (સોમવાર) – ગણેશ ચતુર્થી, 02 ઓક્ટોબર 2026 (શુક્રવાર) – મહાત્મા ગાંધી જયંતિ, 20 ઓક્ટોબર 2026 (મંગળવાર) – દશેરા, 10 નવેમ્બર, 2026 (મંગળવાર) – દિવાળી (બલિપ્રતિપદ), 24 નવેમ્બર, 2026 (મંગળવાર) – ગુરુ નાનક જયંતિ, 25 ડિસેમ્બર, 2026 (શુક્રવાર) – નાતાલ જેવી રજાઓનો સમાવેશ થાય છે.

આ આખી યાદીમાં ક્યાંય પણ 01 જાન્યુઆરીનો સમાવેશ થતો નથી. આનો સીધો અર્થ એ છે કે, શેરબજાર 01 જાન્યુઆરી, 2026 ના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ માહિતી રોકાણકારો માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણી વખત બજારનો ટ્રેન્ડ વર્ષના પહેલા ટ્રેડિંગમાં સેટ થાય છે. કેટલાક રોકાણકારો નવા વર્ષની શરૂઆતમાં નવી પોઝિશન લે છે, તો કેટલાક જૂના રોકાણની દિશા નક્કી કરે છે.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
