સવારે અને સાંજે સૂર્ય મોટો કેમ દેખાય છે ? શું તે સમયે વધી જાય છે સૂર્યનું કદ ?
આકાશમાં ચમકતા સૂર્યને જો તમે ધ્યાનથી જોયો હશે, તો તે તમને સવારે અને ઢળતી સાંજના સમયે મોટો જોવા મળશે. જ્યારે દિવસ દરમિયાન તેનો આકાર નાનો જોવા મળે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આવું કેમ થાય છે.

આકાશમાં ચમકતા સૂર્યને જો તમે ધ્યાનથી જોયો હશે, તો તે તમને સવારે અને ઢળતી સાંજના સમયે મોટો જોવા મળશે. જ્યારે દિવસ દરમિયાન તેનો આકાર નાનો જોવા મળે છે.

સૂર્યનો આકાર સવારે અને સાંજે મોટો જોવા મળવો અને દિવસ દરમિયાન નાનો એ માત્ર આપણો ભ્રમ છે, હકીકતમાં સૂર્યનો આકાર બદલતો નથી.

સૂર્યનો આકાર નાનો-મોટો દેખાવો એ સનસેટ ઇલ્યુઝન અને ઓપ્ટિકલ ઇલ્યુઝનને કારણે થાય છે, જેના કારણે આપણને ભ્રમ થાય છે કે સૂર્યનો આકાર બદલાય છે.

સૂર્યનો વ્યાસ લગભગ 1.39 મિલિયન કિલોમીટર છે, જે પૃથ્વીથી લગભગ 109 ગણો મોટો છે. સૂર્યનું આ કદ સ્થિર છે, તેમાં વધારો-ઘટાડો થતો નથી.

જ્યારે સૂર્ય સવારે અને સાંજના સમયે આકાશમાં ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે તે મોટો દેખાય છે. જેને આપણે હોરાઇઝન ઇલ્યુઝન અથવા સનસેટ ઇલ્યુઝન પણ કહીએ છીએ.

જ્યારે સૂર્ય ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે તેના કિરણો પૃથ્વીના વાતાવરણીય સ્તરમાંથી લાંબા અંતરે જાય છે અને સૂર્યપ્રકાશ વધુ ફેલાય છે, જેના કારણે તે વધુ લાલ, નારંગી અથવા ગુલાબી દેખાય છે. (Image - Freepik)
