Lauren Sánchez : 400 કરોડના ખર્ચે 55 વર્ષની ઉંમરે 61 વર્ષના જેફ બેઝોસ સાથે લગ્ન કરનારી લોરેન સાંચેઝ કોણ છે, જાણો
એમેઝોનના માલિક અને અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસ સાથે લગ્ન કરવા જઈ રહેલી મહિલાનું નામ લોરેન સાંચેઝ છે. ચાલો જાણીએ લોરેન શું કરે છે.લોરેન સાંચેઝનો પૂર્વ પતિ પૈટ્રિક વ્હાઈટસેલ છે. તેમને એક દીકરો અને દીકરી પણ છે.

લોરેન એમી એવોર્ડ વિજેતા પત્રકાર છે. આ ઉપરાંત, તે એક ટ્રેંડ પાઇલટ પણ છે. આ સાથે તે અંતરિક્ષની યાત્રા પણ કરી ચૂકી છે. 1969માં ન્યુ મેક્સિકોમાં જન્મેલી લોરેન સાંચેઝે કેલિફોર્નિયમાં અભ્યાસ કર્યો છે. એક રિપોર્ટ મુજબ તેમણે ફિનિક્સમાં કેટીવીકે-ટીવીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી.

લોરેને ગુડ ડે એલએનની હોસ્ટ પણ રહી ચૂકી છે. આ સિવાય તે એક ડાન્સ શો સો યુ થિંક કેન ડાન્સને પણ હોસ્ટ કરી ચૂકી છે. 40 વર્ષની ઉંમરમાં લોરેન એક પાયલટ બની હતી. તમને જણાવી દઈએ કે, 2025માં લોરેન સાંચેજ એ 6 મહિલાઓમાં સામેલ આંતરિક્ષ યાત્રિકોમાંની એક હતી.

જેમણે બેઝોસના બ્લુ ઓરિજનિલ એનએસ-31 રોકેટ દ્વારા અંતરિક્ષના કિનારા પર 10 મિનિટ યાત્રા માટે મોકલવામાં આવ્યા હતા.હવે લોકો આ મોંઘા લગ્ન જોવા માટે આતુર છે.

જેફ બેઝોસ અને સાંચેઝે 2019માં પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. તે સમયે બેઝોસ 25 વર્ષ જૂના લગ્નને તોડી ચૂક્યો હતો. જેફ બેઝોસે પોતાની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે બેઝોસે 2023માં ફ્રાન્સના દક્ષિણમાં વેકેશન દરમિયાન સાંચેઝને પ્રપોઝ કર્યું હતું. તેણે પ્લેટિનમ બેન્ડ પર એક ગુલાબી હારાની સગાઈની વીંટી રાખી પ્રપોઝ કર્યું હતુ. આ હીરની કિંમત અંદાજે 3-5 મિલિયન ડોલર વચ્ચે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને પત્રકાર લોરેન સાંચેઝ વેનિસમાં ભવ્ય લગ્ન કરશે,

જેમાં એલોન મસ્ક, કિમ કાર્દાશિયન જેવા 200+ VIP મહેમાનો અને 90 થી વધુ ખાનગી જેટ હાજરી આપશે.તમને જણાવી દઈએ કે, લોરેન સાંચેઝનો પૂર્વ પતિ પૈટ્રિક વ્હાઈટસેલ છે. તેમને એક દીકરો અને દીકરી પણ છે.
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. વેડિંગના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

































































