શું છે મહામશીન જેણે બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ શોધવા માટે કરાયું એક્ટિવ અને તે કેવી રીતે કરે છે કામ ?

લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) એક વિશાળ અને જટિલ મશીન છે. તેનું નિર્માણ કોઈ ખાસ વસ્તુ બનાવે તેવા કણોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 12:23 PM
બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજવા માટે, વિશ્વના સૌથી શક્તિશાળી મશીનને ફરી એકવાર શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મહામશીન દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે, જે લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) તરીકે ઓળખાય છે. આ મશીન દ્વારા 10 વર્ષ પહેલા એટલે કે જુલાઈ 2012માં ગોડ પાર્ટિકલની શોધ થઈ હતી. જાણો શું છે શાનદાર મશીન અને તે કેવી રીતે કામ કરે છે.

1 / 5
લાર્જ હેડ્રોન કોલાઈડર (LHC) એક વિશાળ અને જટિલ મશીન છે. તેનું નિર્માણ કોઈ ખાસ વસ્તુ બનાવે તેવા કણોનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યું છે. જ્યારે આ મશીન કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે લગભગ 13.6 ટ્રિલિયન ઈલેક્ટ્રોવોલ્ટ એનર્જી રિલિઝ થાય છે.

2 / 5
આ મહામશીનને તૈયાર કરવામાં લગભગ 31 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ શરૂ કરવાનો ધ્યેય ડાર્ક મેટર અને બ્લેક હોલ વિશે માહિતી એકઠી કરવાનો છે અને તેનાથી જોડાયેલા રહસ્યો પરથી પડદો હટાવવાનો છે. આ મશીન ચલાવવા માટે ખાસ તાપમાન જરૂરી છે. Space.com ના રિપોર્ટ અનુસાર, આ માટે માઈનસ 271 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે.

3 / 5
તેને બનાવવા માટે ફ્રાન્સને એટલા લોખંડની જરૂર પડી હતી કે એક એફિલ ટાવર ઊભો કરી શકાય. આ મશીન ફરીથી ઉપયોગમાં લેવા માટે, તે એપ્રિલમાં સક્રિય કરવામાં આવ્યું હતું. હવે બ્રહ્માંડમાં જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની માહિતી આપવા માટે આ મશીન 4 મહિના સુધી 24 કલાક કામ કરશે. આ દરમિયાન વૈજ્ઞાનિકોની લાંબી અને વિશાળ ટીમ સંશોધન કરશે.

4 / 5
નવો પ્રયોગ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર કરવામાં આવશે. આ સરહદ પર, પૃથ્વીથી લગભગ 100 મીટર નીચે, તેનો ઉપયોગ 27 કિલોમીટર લાંબી ટનલમાં કરવામાં આવશે. બ્રહ્માંડ વિશે કેવી રીતે જાણવું, હવે દરેક તેને સમજસે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ મશીનના ઉપયોગ પછી જ્યારે પ્રોટોન તૂટશે ત્યારે મોટા પાયે ઉર્જાનું સર્કુલેશન થશે, જેના પરથી જાણી શકાશે કે બ્રહ્માંડની કાર્ય કરવાની રીત શું છે?

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">