AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: રાત્રે સૂતી વખતે આ દિશામાં મોબાઈલ ક્યારેય ન રાખવો, જો રાખ્યો તો સમજજો કે તમે કામથી ગયા

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Jul 07, 2025 | 6:52 PM
Share
આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે ખાસ બની ગયો છે. ટૂંકમાં કહીએ તો, 'સ્માર્ટફોન' વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત છે.  આજના ડિજિટલ યુગમાં દરેક કામ ઓનલાઈન થાય છે.

1 / 8
એકંદરે, આજે વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ કે લેપટોપ સ્ક્રીન પર વિતાવે છે. જોવા જઈએ તો, લોકો સૂતી વખતે જ મોબાઈલને પોતાનાથી દૂર રાખે છે. હવે ખરી વાત એ છે કે, સૂતી વખતે લોકો મોબાઈલને લગતી કેટલીક ભૂલો કરે છે. જો કે, વાસ્તુ અનુસાર મોબાઈલને લગતી એક નાનકડી ભૂલ તમારા જીવનની દિશા બદલી નાખે છે.

2 / 8
વાસ્તવમાં, જ્યારે વ્યક્તિ સૂવા જાય છે, ત્યારે મોબાઈલને પોતાના ઓશિકા પાસે અથવા તો તેની બાજુમાં રાખે છે અને પછી સૂઈ જાય છે, જે યોગ્ય છે જ નહીં.

3 / 8
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોબાઈલ ફોનને ઓશિકા કે માથા પાસે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખીને ક્યારેય ઊંઘવું ન જોઈએ. આનું મુખ્ય કારણ એ છે કે, આ દિશા તમારા જીવન પર નકારાત્મક અસર કરે છે. આના લીધે ઘણી વખત માનસિક બેચેની, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થાય છે, જેના કારણે આપણે આખો દિવસ હેરાન થઈએ છીએ.

4 / 8
વાસ્તુ અનુસાર, મોબાઈલને ઉત્તર-પૂર્વ દિશામાં રાખીને સૂવું જોઈએ. મોબાઈલ તમારાથી 3-4 ફૂટ દૂર હોય તો તે વધુ સારું માનવામાં આવે છે. આનાથી તમારી ઊંઘ પર કોઈ અસર થતી નથી અને તમારી આસપાસની ઉર્જા પણ સંતુલિત રહે છે.

5 / 8
વાસ્તુ મુજબ, એવું માનવામાં આવે છે કે ઉત્તર-પૂર્વ દિશા માનસિક શાંતિ અને સફળતાની સાથે જોડાયેલી છે. જો તમે કોઈ ક્રિએટર છો એટલે કે વીડિયો બનાવો છો અથવા ડિઝાઇનિંગ જેવી ક્રિએટિવ ફીલ્ડમાં છો તો ફોનને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ, તેવું માનવામાં આવે છે.

6 / 8
આનાથી તમને તમારી કારકિર્દીમાં નવી તકો મળે છે. આ ઉપરાંત, ફોનને ચાર્જ પર રાખીને સૂવું પણ જોખમભર્યું હોઈ શકે છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડે છે.

7 / 8
આથી રાત્રે જો ફોન ચાર્જ કરવાનો હોય, તો તેને ‘એરોપ્લેન મોડ’માં રાખો અને પલંગથી થોડી દૂર રાખો. જે તમારા માટે એક સુરક્ષિત વિકલ્પ છે.

8 / 8

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">