ઘરની સીડીઓ નીચે મંદિર હોવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
હવે ઘણા લોકો સીડીઓની નીચે ખાલી જગ્યા દેખાતા ત્યાં જ ભગવાનું મંદિર બનાવી દે છે ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી નીચે મંદિર બનાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

વાસ્તુ શાસ્ત્રમાં, ઘરની અંદર સીડી રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. જોકે, આજના સમયમાં, મોટાભાગના ઘરોની અંદર જ સીડીઓ બનાવવામાં આવે છે.

હવે ઘણા લોકો સીડીઓની નીચે ખાલી જગ્યા દેખાતા ત્યાં જ ભગવાનું મંદિર બનાવી દે છે ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી નીચે મંદિર બનાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં સીડી નીચે મંદિર ન હોવું જોઈએ. આ ઘર માટે ખૂબ જ અશુભ છે. આનું કારણ એ છે કે આપણે સીડીઓ ચઢીએ છીએ, એટલે કે, આપણા પગ સીડી પર પડે છે.

જો મંદિર સીડીની નીચે હોય,અને તમે સીડી ચઢીને જાવ તો તમારા પગ મંદિરની ઉપર આવે છે જે યોગ્ય નથી. ઘરનું મંદિર હંમેશા તમારી સામે હોય અથવા તમારી ઉપર હોવું જોઈએ.

જો મંદિર સીડીની નીચે હોય તો તે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. ઉપરાંત, સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં કૌટુંબિક મુશ્કેલીઓ સર્જાય છે

સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે પરિવારના સભ્યોની સફળતામાં અવરોધ ઉભો કરે છે. આ ઉપરાંત ઘરની સીડી નીચે મંદિર હોવાથી ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરવા લાગે છે.

જો સીડી નીચે મંદિર હોય, તો તે જગ્યાએથી મંદિર તોડીને ઘરની પૂર્વ દિશામાં મંદિર બનાવવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો તમે એક મંદિર ખરીદી શકો છો અને તેને પૂર્વ દિશામાં મૂકી શકો છો અને ભગવાનની સ્થાપના કરી શકો છો

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.
તુલસીમાં અચાનક માંજર આવવી કઈ વાતનો સંકેત છે? જાણો અહીં- આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
