ફેશનના નામે ફાટેલા કપડા પહેરતા હોવ તો સાવધાન ! પાઈ પાઈ માટે તરસી જશો, નસીબ પણ ખરાબ રહેશે
ફાટેલા જીન્સ આજકાલ એક ફેશન બની ગઈ છે. નાનાથી લઈ મોટા બધા ફેશનના નામે ફાટેલા જીન્સ પહેરતા હોય છે, જો તમે પણ આમ કરો છો તો પહેલા આ જાણી લેજો

આજકાલ ફાટેલા કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે. ફાટેલા જીન્સ આજકાલ એક ફેશન બની ગઈ છે. નાનાથી લઈ મોટા બધા ફેશનના નામે ફાટેલા જીન્સ પહેરતા હોય છે, જો તમે પણ આમ કરો છો તો પહેલા આ જાણી લેજો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ફાટેલા કે જૂના કપડાં પહેરવાથી વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. ફાટેલા કે જૂના કપડાં પહેરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુ અનુસાર, ફાટેલા કપડાં પહેરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે. એવું કહેવાય છે કે ગંદા અને ફાટેલા કપડાં પહેરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને સુખનો નાશ થાય છે.

જો તમે પણ ફાટેલા કપડા પહેરો છો તો તેનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે. તેથી, ફાટેલા કે જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

ઘણા લોકો ફાટેલા જીન્સ કે ટી-શર્ટ્સ પહેરે છે, પરંતુ કદાચ તેઓ જાણતા નથી કે ફાટેલા કપડાં તેમને ગરીબ બનાવી શકે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આમ તમારું નસીબ ચમકવાને બદલે, ખરાબ થતું રહેશે.

ફાટેલા અને ગંદા કપડા પહેરવાથી ઘરની સુખ-શાંતિને ખલેલ પહોંચે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આવા કપડાં પહેરવાની મનાઈ છે.

શુક્રને વૈભવ અને ભોગ-વિલાસનો સ્વામી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે ફાટેલા કપડાં પહેરો છો તો શુક્ર તમને નકારાત્મક અસરો આપવાનું શરૂ કરે છે. આથી તેનો ભોગ-વિલાસ અને સુખ-શાંતિ નષ્ટ પામે છે અને વ્યક્તિ ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી. પણ આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
