Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhavi Upadhyaya Died : ટીવી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં મોત, જુઓ PHOTO

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે નથી રહી. અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 12:16 PM
અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે સેલેબ્સ સહિત ચાહકોને હચમચાવી દીધા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીની દુર્ઘટના કુલ્લુના બંજરમાં ગઈકાલે એક દિવસ પહેલા એટલે કે સોમવારે થઈ હતી.

1 / 5
અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય પોતાની મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન ખીણમાં ફરવા જઈ રહી હતી. પરંતુ વળાંક પર ગાડીએ નિયંત્રણ ગુમાવ્યું અને કારનો અકસ્માત થયો. અભિનેત્રીની કાર ખાડીમાં પડી ગઈ.

2 / 5
અકસ્માત સમયે વૈભવીના મંગેતર જય સુરેશ ગાંધી પણ ત્યાં હાજર હતા. તેને સામાન્ય ઈજાઓ થઈ છે, જેની બંજાર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વૈભવી તેના મંગેતર જય સુરેશ ગાંધી સાથે તેની કારમાં બંજરની તીર્થન ખીણની મુલાકાતે જઈ રહી હતી. બંજાર નજીક સિધવા ખાતે, તેણીનું વાહન નિયંત્રણ બહાર ગયું અને તે લગભગ 50 ફૂટ નીચે રોડથી નીચે પડી ગઈ.

3 / 5
માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વૈભવીને કારમાં જોઈ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. સાથે જ સ્થાનિક લોકોની મદદથી જય સુરેશ ગાંધીને બહાર કાઢીને બંજાર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

4 / 5
ડીએસપી બંજર શેર સિંહે જણાવ્યું કે બંને બંજરની તીર્થન ઘાટીની મુલાકાત લેવા આવી રહ્યા હતા. ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. વૈભવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપવામાં આવ્યું છે. આ સિવાય બંજર પોલીસની ટીમ હવે અકસ્માતનું કારણ શોધવામાં લાગેલી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">