Vadodara: રૂપિયા 2 હજારની નોટ સામે રૂ. 2,200ના મુલ્યની વસ્તુઓ મળશે, વેપારીની અનોખી ઓફર, જુઓ Photos
કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2 હજારની નોટો બંધ કરી છે. આગામી ચાર મહિનામાં રૂ. 2 હજારની તમામ નોટો બેંકોમાંથી બદલી લેવાના સરકારના આદેશ બાદ લોકોનો ફાયદો કરાવવા માટે વડોદરાના વેપારી સામે આવ્યા છે.

વડોદરાના વેપારીએ ટનાટન ઓફરની જાહેરાત કરી છે, જેમાં રૂ. 2 હજારની નોટ સામે રૂ. 2,200 ના મુલ્યની વસ્તુઓ મળશે. સરકારના નિર્ણયનો લોકોને વધુ ફાયદો થાય તે માટેના પ્રયાસો આવકારદાયક છે.

વડોદરાના ગેંડા સર્કલ સ્થિત સ્ટેશનરીના હોલસેલના વેપારી લોકો માટે “ટનાટન” ઓફર લઇને આવ્યા છે. આ અંગે વેપારી કમલેશ શાહે જણાવ્યું કે, સરકાર દ્વારા રૂ. 2 હજારની નોટને લઇને નિર્ણય જાહેર કર્યા બાદ, મેં લોકોને આ તકે વધુ ઉપયોગી થવા અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું.

ભારે વિચાર બાદ અમારા દ્વારા લોકો માટે ટનાટન ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં રૂ. 2 હજારની નોટ લઇને ખરીદી કરવા આવનારને રૂ. 2, 200 ના મુલ્યની વસ્તુઓની ખરીદી કરવાનો અવસર આપવામાં આવ્યો છે. થોડાક સમયમાં સ્કુલો પણ શરૂ થશે જેથી વાલીઓ માટે આ ઉત્તમ તક છે.

વધુમાં કમલેશ શાહે જણાવ્યું કે, અમારૂ સ્ટેશનરીનું હોલસેલના વેચાણનું કામ છે. જેથી અમારે ત્યાં, સ્કુલ સ્ટેશનરી, ઓફિસ સ્ટેશનરી તથા રોજીંદા જીવનમાં ઉપયોગી અન્ય યુટિલીટીની વસ્તુઓની મોટી રેંજ લોકોને મળશે. થોડાક સમયમાં સ્કુલો પણ શરૂ થશે જેથી વાલીઓ માટે આ ઉત્તમ તક છે. શાળા માટેની ખરીદી કરવા ટનાટન ઓફર તેમને વધુ ફાયદો કરાવી શકે તેમ છે.

આખરમાં કમલેશ શાહે જણાવ્યું કે, ટનાટન ઓફર અંતર્ગત એક વ્યક્તિને એક જ વખત રૂ. 2 હજાર સામે રૂ. 2,200 ના મુલ્યની વસ્તુઓ આપવામાં આવશે. આ વસ્તુઓ લોકો તેમની જરૂરીયાત મુજબ ખરીદી શકશે. એકને એક વ્યક્તિ વારંવાર આ ઓફરનો લાભ લઇ શકશે નહિ. આ ઓફર લોકોને રૂ. 2 હજારનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને વધુ વળતર મેળવવાની તક આપે છે.