AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર, માદુરોની ધરપકડના 1 મહિના બાદ લેવાયો નિર્ણય

લગભગ સાત વર્ષ બાદ યુએસ અને વેનેઝુએલાના રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા છે. યુએસ રાજદૂત લૌરા ડોગુની કારાકાસ મુલાકાત દૂતાવાસ ફરી ખોલવાની દિશામાં મહત્વનું પગલું છે.

Breaking News : અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર, માદુરોની ધરપકડના 1 મહિના બાદ લેવાયો નિર્ણય
| Updated on: Feb 01, 2026 | 3:22 PM
Share

લગભગ સાત વર્ષ બાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલાના રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થવાના છે. યુએસ રાજદૂત લૌરા ડોગુ શનિવારે કારાકાસ પહોંચ્યા છે અને દૂતાવાસ ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. માદુરોની ધરપકડ પછી પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. અમેરિકાનો પ્રભાવ વધ્યો છે, અને તેલ ક્ષેત્રમાં યુએસ કંપનીઓ માટે માર્ગ સરળ બન્યો છે.

ફેબ્રુઆરી 2019 માં બંને દેશોએ રાજદ્વારી સંબંધ તોડી નાખ્યા હતા. તે સમયે, માદુરોની સરકારે યુએસ સાથેના સંબંધો તોડી લીધા કારણ કે તે સમયે ટ્રમ્પે વિપક્ષી નેતા જુઆન ગુએડોને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી હતી. આ નિર્ણય પછી બંને દેશોએ એકબીજાના દૂતાવાસો બંધ કરી દીધા હતા.

વેનેઝુએલાનો શું છે પ્રતિસાદ ?

વેનેઝુએલાના વિદેશ પ્રધાન ઇવાન ગિલે જણાવ્યું હતું કે લૌરા ડોગુની મુલાકાત રાજદ્વારી વાતચીત દ્વારા બંને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા માટેની સહિયારી પ્રક્રિયાનો ભાગ છે. તેઓએ ઉમેર્યું કે આ ચર્ચાઓ પરસ્પર આદર અને આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત હશે. વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિઓસડાડો કાબેલોએ જણાવ્યું હતું કે યુએસ દૂતાવાસ ખોલવાથી વેનેઝુએલાની સરકાર અમેરિકામાં કેદ માદુરો પર નજર રાખી શકે છે. કાબેલોને માદુરોની નજીક માનવામાં આવે છે.

લૌરા ડોગુ વિશે

લૌરા ડોગુ એક અનુભવી રાજદ્વારી છે. તેમણે અગાઉ હોન્ડુરાસ અને નિકારાગુઆમાં યુએસ રાજદૂત તરીકે સેવા આપી છે. હાલમાં તેઓ યુએસ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષની વિદેશ નીતિ સલાહકાર તરીકે પણ કામ કરે છે. ડોગુની મુલાકાત તે સમયે આવી છે જ્યારે વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાજકીય કેદીને મુક્ત કરવાના બિલની જાહેરાત કરી છે, જે વિપક્ષ દ્વારા લાંબા સમયથી માગવામાં આવી રહી હતી.

વેનેઝુએલામાં CIA સક્રિય

યુએસ ગુપ્તચર એજન્સી CIA વેનેઝુએલામાં કાયમી હાજરી સ્થાપિત કરવા માટે પણ કાર્યરત છે. માદુરોની ધરપકડ બાદ, પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને હવે વેનેઝુએલાના સંચાલન અને તેલ ઉત્પાદન પર નિયંત્રણ રાખવાનો અધિકાર મળશે. વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકાના પક્ષમાં નિર્ણયો લીધા છે અને જૂના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે, જેનાથી યુએસ કંપનીઓ માટે વેનેઝુએલાના તેલ ઉદ્યોગમાં રોકાણ કરવું સરળ બનશે.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતને નવી લોજિસ્ટિક્સ તાકાત, જાણવા માટે અહીં ક્લિક કરો..

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
g clip-path="url(#clip0_868_265)">