Travel With Tv9 : વેલેન્ટાઈન ડેની ઉજવણી વિદેશમાં કરવા માગો છો ? આ બીચ છે ખૂબ જ રોમેન્ટીક, જુઓ ફોટા
દરેક કપલ વેલેન્ટાઈન ડે પર અને લગ્ન પછી એક બીજા સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીક વાર સમય અને પૈસાના અભાવે વિદેશ ફરવાનું અથવા દૂર ફરવા જવાનું ટાળે છે. ત્યારે આજે અમે તમને એવા હનીમૂન સ્થળો જણાવીશું. જ્યાં ઓછા ખર્ચમાં વધારે મજા માણી શકો છો.

દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે. તો તમે વેલેન્ટાઈન દિવસની ઉજવણી વિદેશમાં પણ કરી શકો છો.

તમે વેલેન્ટાઈન ડે પર મોરિશિયસ પણ જઈ શકો છો. તમે રોમેન્ટિક બીચ પર જવાનું વિચારતા હોવ તો મોરિશિયસ જઈ શકો છે. મોરિશિયસના દરિયા કિનારાનું વાતાવરણ ખૂબ જ શાંત, કુદરતી અને મનમોહક છે. મોરિશિયસના દરિયા કિનારો તમને વધારે ભીડ જોવા નહીં મળે.

મોરિશિયસમાં લોકોને સ્વચ્છ પાણી અને ચારે બાજુ હરિયાળી અને સફેદ રેતીવાળુ વાતાવરણ જોવા મળશે. ત્યાં તમે વેલેન્ટાઈન અને હનીમુનની ઉજવણી કરી શકો છો.

ફ્રેન્ચ પોલિનેશિયામાં સ્થિત બોરા બોરા બીચ પર પણ તમે વેલેન્ટાઈનની ઉજવણી કરી શકો છો. આ બીચ પર પાણી ખૂબ સ્વચ્છ છે. તમે પાણીની અંદર માછલીઓ અને પથ્થરો પણ જોઈ શકો છો. તેમજ ઓવરવોટર વિલામાં રાત વિતાવવી શકો છો.

પલાવન બીચ પણ એક સુંદર સ્થળ છે. પલાવાન બીચ આરામ, પ્રકૃતિની નજીક સમય વિતાવવો ગમે છે તેને આ બીચ વધારે પસંદ આવી શકે છે. અલ નિડો પલાવાનના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તે તેના ચૂનાના પથ્થરોની ખડકો અને ગુપ્ત દરિયાકિનારા માટે જાણીતું છે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.






































































