Travel Tips : ચોમાસામાં બાળકોને ફરવા લઈ જવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો
ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ અદ્ભુત છે. તમે ગુજરાતના આ ફરવા લાયક અદ્ભુત સ્થળો જોઈને તમે દિવાના થઈ શકો છો.ચોમાસામાં બાળકો માટે ફરવા માટે બેસ્ટ સ્થળો વિશે જાણીએ.

જો તમે ચોમાસાની ઋતુમાં બાળકો સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એવી જગ્યા પસંદ કરવી જોઈએ જ્યાં હવામાન સારું હોય.આ સ્થળોએ બાળકોને ખુબ મજા આવે.

જો માતા-પિતા બાળકો સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય, તો તેઓ સ્થળનું ખાસ ધ્યાન રાખે છે. શિયાળો હોય કે ઉનાળો કે, ચોમાસું તેમણે તેમના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમની ટ્રિપનું આયોજન કરે છે.

ગુજરાતમાં ચોમાસા દરમિયાન બાળકો સાથે ફરવા માટે સાપુતારા સહિત અનેક સ્થળો આવેલા છે. સાપુતારા એક શાંત હિલ સ્ટેશન છે જ્યાં લીલાછમ દૃશ્યો અને બાળકો બોટરાઈડિંગનો આનંદ માણી શકે છે,

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ બાળકોને આકર્ષિત કરે છે. અમદાવાદમાં ઝુલતા મિનાર જેવા ઘણા અન્ય જોવાલાયક સ્થળો આવેલા છે. તમે બાળકોને ફરવા માટે સાઇન્સ સિટી પણ લઈ જઈ શકો છો.

ચોમાસા દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર લીલોછમ બની જાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે , જેની ઊંચાઈ 182 મીટર છે, જે ગુજરાત રાજ્યના કેવડિયા નજીક આવેલું છે. 2023માં અંદાજે 50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

જામનગર ગુજરાતનો એક સુંદર દરિયાકાંઠો વિસ્તાર છે, જે આમ તો રોમેન્ટિક સ્થળ તરીકે પણ ઓળખાય છે. અહીં ઘણા એવા સ્થળો આવેલા છે, જ્યાં ચોમાસા દરમિયાન ફરવા માટે બેસ્ટ છે. રણજીત સાંગર ડેમ,બેચલેટ બીચ પર સનસેટ આને સનરાઇસ ને જોવા લોકો ખાસ કરીને આવે છે

ગિરનાર એક ફેમસ પર્યટન સ્થળ છે જે ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. અહીંનું હવામાન તાજગીથી ભરેલું છે. જો તમે બાળકોને ચોમાસામાં ગિરનાર લઈ જાવ છો તો ભવનાથમાં પણ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
