Travel Tips : બાળકોને ફરવા લઈ જવા માટે આ છે ગાંધીનગરના બેસ્ટ સ્થળો
ગાંધીનગરમાં વિવિધ ઐતહાસિક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં અક્ષરધામ,ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય,મહાત્મા મંદિર,સરિતા ઉદ્યાન અને ચિલ્ડ્રન્સ પાર્ક આવેલું છે.ચોમાસામાં તમે ગાંધીનગર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાઓ છે. જેમાં દહેગામ , ગાંધીનગર, કલોલ અને માણસાનો સમાવેશ થાય છે. તો આજે આપણે ચોમાસાની ઋતુમાં ગાંધીનગરમાં ફરવા માટે બેસ્ટ સ્થળોની વાત કરીએ.

ગુજરાતનું ગાંધીનગર શહેર માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ ફેમસ નથી, પરંતુ તમે અહીં પ્રવાસના દૃષ્ટિકોણથી પણ મુલાકાત લઈ શકો છો.ગાંધીનગરમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે.

મહુડી જૈન મંદિર, કે મહુડી જૈન તીર્થ અથવા મહુડી દેરાસર, ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મંદિર છે. અહીં ભક્તો સુખડી અપર્ણ કરે છે. અર્પણ કર્યા પછી તે મંદિરના સંકુલમાં ભક્તો દ્વારા ખાવામાં આવે છે. પરંપરા સંકુલની બહાર સુખડી બહાર લઈ જવા માટે મનાઇ ફરમાવે છે

અક્ષરધામ એ ગુજરાત રાજ્યના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. 2 નવેમ્બર, 1992 ના રોજ અક્ષરધામનું ઉદઘાટન થયું હતું. ગુજરાતની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં આ મંદિર ખુબ લોકપ્રિય છે. તેમાં પણ રાત્રે થતાં લાઈટિંગ કાર્યક્રમને જોવા માટે પ્રવાસીઓ ખુબ જાય છે.

અડાલજ વાવ એ શહેરની લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે અને તે ગાંધીનગરથી 18 કિ.મી. દુર આવેલું છે. વાવની દિવાલો અને સ્તંભો પરની ડિઝાઇનમાં પાંદડા, ફૂલો, પક્ષીઓ, માછલી અને અન્ય આકર્ષક સુંદર ડિઝાઇનનો સમાવેશ થાય છે. વિદેશી પ્રવાસીઓ પણ અડાલજ વાવની મુલાકાત લે છે.

ઇન્દ્રોડા ડાયનાસોર પાર્ક બાળકોને ફરવા લઈ જવા માટે બેસ્ટ સ્થળ છે. જે અમદાવાદથી 30 કિમી દૂર આવેલું છે. જેને ભારતના Jurrasic પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે, ગાંધીનગર જવા માટે તમે મેટ્રો ટ્રેન તેમજ ડબલ ડેકર બસની મુસાફરી પણ કરી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
