Travel Tips : બાળકોને લઈ જાવ કચ્છના સૌથી મોટા મેળામાં,અહી જોવા મળશે સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ
યક્ષ મેળાને કચ્છનો સૌથી મોટો મેળો ગાણવામાં આવે છે. આ સિવાય ભુજ નજીક નાના યક્ષોનો મેળો નામે એક અન્ય મેળો પણ ભરાય છે. તમે પણ પરિવાર અને તમારા બાળકોને એક વખત જરુર આ મેળામાં લઈ જવાનો પ્લાન બનાવો.

દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો લોકો તે સમયે અહીં આવે છે.

કચ્છમાં મિની તરણેતરના મેળાના નામે ફેમસ મોટા યક્ષનો ભાતીગળ લોકમેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

પશ્ચિમ કચ્છના મેળામાં મોટા યક્ષનો મેળો, હાજીપીરનો મેળો, મતયા દેવનો મેળો, માઇ મેળો મુખ્ય છે.

દર વર્ષે, હજારો લોકો કાકડભીટની તળેટીમાં કચ્છના સૌથી ભવ્ય મેળાઓમાંના એક, મોટા યક્ષ મેળાની ઉજવણી માટે ભેગા થાય છે.

લોક પરંપરાઓથી લઈને ભક્તિમય વિધિઓ અને ઉત્સવો આ મેળો પ્રદેશની સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ છે.

દર વર્ષે ભાદરવા મહિનામાં યક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આ યક્ષ મેળાનો પ્રારંભ 7 સપ્ટેમબરથી થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
