Travel Tips : જો ચોમાસામાં પ્રકૃતિનો આનંદ માણવા માંગો છો, તો પત્ની સાથે રાખીને બનાવી લો ફરવાનો પ્લાન
ગુજરાતમાં ચોમાસામાં પ્રવાસીઓ માટે ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. ગુજરાતમાં કેટલાક એવા સ્થળો છે જે ચોમાસામાં હિલ સ્ટેશનને બની જાય છે. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે.

ગુજરાત એક સુંદર અને ઐતિહાસિક રાજ્ય છે. અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી, ચોમાસા દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ ચાલું જ રહે છે. અહીનું વાતાવરણ ખુબ જ સુંદર બની જાય છે.

જો તમે પણ પત્નીને લઈ ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે ગુજરાતમાં આવેલા કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું. જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ રહેશે. તમારી ટ્રીપ પણ યાદગાર બની જશે.

ગુજરાતમાં આવેલ ગિરનારમાં તમને પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળશે, તે પિકનિક, ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ છે, ચોમાસા દરમિયાન મુલાકાત લેવા માટે તે એક સુંદર સ્થળ છે.ગિરનારમાં તમે ભવનાથમાં કાશ્મીર બાપુની જગ્યા, લાલઢોળી, જટાશંકરે પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ગુજરાતમાં ચોમાસામાં ફરવા લાયક સ્થળોની વાત આવે તેમાં સાપુતારાનું નામ કેમ ભૂલાય.ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા, હરિયાળી, જંગલો અને અદ્ભુત ધોધ વચ્ચે પ્રકૃતિના ખોળામાં વસેલું છે.જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે.

પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કિમી દૂર સાબરકાંઠા પાસે આવેલું છે. પોલો ફોરેસ્ટ વરસાદની ઋતુમાં તેની લીલીછમ સુંદરતા માટે પ્રખ્યાત છે.તમે અહીં રાત્રે કેમ્પ કરી શકો છો અથવા કોઈ રિસોર્ટમાં રહી શકો છો. જો તમને જંગલોમાં ફરવાનું ગમે છે, તો આ તમારા માટે યોગ્ય સ્થળ છે. તેનું નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. તમે બસ અથવા ટ્રેન દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો

ગુજરાતમાં બીજી ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં તમે ચોમાસામાં ફરવા માટે પ્લાન બનાવી શકો છો. આ માટે, તમે પોલો ફોરેસ્ટ,થોળ , સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોરબંદર, સરદાર સરોવર ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. (photo: gujarat tourisam)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
