Tokyo Olympics: હોકી ટીમથી ચાર દાયકાથી જોવાઇ રહી છે રાહ, આ વખતે મેડલ જીતવા આશા

ભારતીય પુરુષ હોકી ટીમે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિક (Olympics) માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી આજસુધી હોકી ટીમ મેડલ જીતી શકી નથી. જોકે અત્યાર સુધી સૌથી વધુ મેડલ પુરુષ હોકી ટીમે જ મેળવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 12:45 PM
1928 માં ભારતે હોકી (Indian Hockey) માં પોતાના પ્રથમ મેડલ જીત્યો હતો. 1980 સુધી સતત મેડલ વિજેતા રહ્યા હતા. જોકે 1980 બાદ ના ચાર દશક થી ભારતીય હોકી રમતોના મહાકુંભમાં મેડલ જીતી શકી નથી. જોકે આ વખતે આશા રાખવામાં આવી રહી છે કે, પુરુષ ટીમ એક વાર ફરી થી ઓલિમ્પિક(Olympics)  મેડલ જીતશે.

1 / 8
ભારતીય પુરુષ ટીમ એશિયન ગેમ્સ જીતીને ટોક્યો ઓલિમ્પિક માટે સીધા ક્વોલિફાઇ કરવામાં નિષ્ફળ રહી હતી. તેના બાદ ભૂવનેશ્વરમાં ઓલિમ્પિક ક્વોલિફાયર રમીને ટોક્યો જવા માટે સફળ થયા હતા. ત્યાર થી લઇને અત્યાર સુધીમાં પરીસ્થિતીઓ ખૂબ બદલાઇ ગઇ છે. જોકે ટીમમાં હજુ પણ મેડલ જીતવાનો આત્મવિશ્વાસ છે.

2 / 8
ભારતીય ટીમને દાવેદાર માનવા માટેનુ એક કારણ એ પણ છે કે, વર્ષ 2018 થી લઇને અત્યાર સુધીમાં સતત સારુ પ્રદર્શન ધરાવે છે. આ ટીમ વિશ્વની સૌથી ફિટ ટીમોમાં સામેલ છે. કોરોના છતાં પણ ટીમના ટ્રેનિંગ સેશન સતત ચાલુ રહ્યા છે. ખેલાડી આ મહામારીની ઝપેટમાં આવ્યા પરંતુ, તેઓ શાનદાર રીતે પરત ફર્યા હતા.

3 / 8
હોકી ઇન્ડીયા એ જે 16 સભ્યો ની ટીમ પસંદ કરી છે, તેમાં યુવા અને અનુભવી ખેલાડીઓનુ મિશ્રણ છે. લાંબા સમય સુધી એક સાથે રમવાને લઇને તેમની વચ્ચે સારો તાલમેલ બની રહ્યો છે. મનપ્રિત સિંહ લાંબા સમય થી ટીમના કેપ્ટન છે. ખેલાડીઓ સાથે તેમનુ ટ્યુનીંગ ખૂબ સારુ થઇ ચુક્યુ છે.

4 / 8
ભારતીય ટીમ એ પાછળના કેટલાક સમયમાં અનેક મોટી ટીમોની સામે મેચ રમી છે. જેમાં ઓલિમ્પિક થી પહેલા તેમને સારો અભ્યાસ થયો છે. FIH પ્રો લીગમાં ટીમ બેલ્જીયમ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલીયા, જર્મની, સ્પેન, આર્જેન્ટીના અને ન્યુઝીલેન્ડ સામે ટીમ મેચ રમી છે. કોરોના વાયરસને લઇને એક વર્ષ ફરી મેદાન થી દૂર રહેવુ પડ્યુ હતુ.

5 / 8
ભારતીય ટીમ પાસે હરમનપ્રિત સિંહ. રુપિન્દર પાલ સિંહ, અમિત રોહિદાસ જેવા ડ્રેગ ફ્લિકર ખેલાડીઓ છે. જેઓ પેનલ્ટી કોર્નર થી ગોલ કરવા માટે સક્ષમ છે. આમ ભારતીય ટીમ અંતિમ સમયમાં પેનલ્ટી કોર્નર બનાવાવમાં સફળ નિવડી રહી છે.

6 / 8
ઓલિમ્પિકમાં પંજાબને 21 વર્ષ બાદ કેપ્ટનશીપ નિભાવવાનો મોકો મળ્યો છે. જોકે આમ પણ હોકી ટીમમાં પંજાબની ટીમનો દબદબો છે. આ વખતે પણ પસંદ કરવામાં આવેલ 16 સભ્યોની ટીમમાં 8 ખેલાડીઓ પંજાબના છે. જેમાં કેપ્ટન મનપ્રિત સિંહ ખુદ પણ પંજાબના છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે અમૃતસરના હરમનપ્રિત છે.

7 / 8
આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં હોકી સહિત 13 ખેલાડીઓ પંજાબના પસંદ થયા છે. જેમાં સૌથી વધુ ખેલાડીઓ હોકી ની રમત માટે પસંદ થયા છે.  આ ઉપરાંત બોક્સિંગ અને શુટીંગમાં પણ પંજાબી ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પસંદ થયા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">