Threads Appના યુઝર્સ સાવધાન ! પ્રોફાઈલ-ડેટા કરશો ડિલીટ, તો ગુમાવવુ પડશે ઈન્સ્ટા એકાઉન્ટ
Threads App News: દુનિયામાં કરોડોની સંખ્યામાં લોકો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિસ્ટમાં વધુ એક એપ જોડાયું. પણ આ એપ યુઝર્સ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

ટ્વિટરના ટક્કર આપવા માટે 6 જુલાઈના રોજ મેટા દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. લોન્ચ થવાના ઘણતરીના કલાકોમાં જ ભારત સહિત 100થી વધુ દેશોના 1 કરોડની વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી હતી. આ એપ તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે કનેક્ટ થઈને જ કામ કરે છે.

થ્રેડ એપ હાલમાં શરુઆતના સ્ટેજ પર છે. આવનારા સમયમાં આ એપમાં ઘણા મહત્વના ફેરફાર થતા રહેશે. પણ આ નવા એપને કારણે સોશિયલ મીડિયા યુઝર્સને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તમારે Threads પ્રોફાઈલ પરથી જો તમારો ડેટા હટાવવો હશે, તો તેના માટે તમારે તમારા તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને હટાવવું પડશે જેનાથી તમે થ્રેડ એકાઉન્ટ સાઈન ઈન કર્યું છે. એટલે કે કંપની નથી ઈચ્છતી કે યુઝર્સ Threads એપ છોડીને જાય. આ શરતોને કારણે યુઝર્સ અસમંજસમાં મુકાયા છે.

તમારી પ્રોફાઇલમાંથી થ્રેડ ડેટા દૂર કરવા માટે, તમારે તમારું Instagram એકાઉન્ટ કાઢી નાખવું પડશે. પ્લેટફોર્મના FAQ પેજ પરથી જાણવા મળ્યું છે કે તમે કોઈપણ સમયે તમારી વ્યક્તિગત પોસ્ટને ડિલીટ કરી શકો છો, પરંતુ થ્રેડ પ્રોફાઇલ અને ડેટા માટે, ફક્ત Instagram એકાઉન્ટને ડિલીટ કરવું પડશે.

આ બાબતથી યુઝર્સને નિરાશ કરવામાં આવ્યા છે, ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમને થ્રેડ પસંદ ન હોય તો તમે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારો ડેટા ડિલીટ કરવામાં આવશે નહીં.