AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : મહિને 80,000 થી 1.2 લાખ રૂપિયાની કમાણી ! ‘Spa’ નો ધંધો તો છે ‘અદભૂત’, એકવાર શરૂ કરજો ગ્રાહકો ક્યારેય નિરાશ નહીં થાય

આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં સ્પા આરામ માટેનું આશ્રયસ્થાન બની ગયું છે. આથી, ભારતમાં વેલનેસ ઇન્ડસ્ટ્રીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, 'Spa' નો ધંધો કેવી રીતે શરૂ કરવો...

| Updated on: Nov 05, 2025 | 6:16 PM
Share
શહેરી વસ્તી તેમના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતિત બની રહી છે. આથી સ્પા, સલુન્સ અને મસાજ પાર્લરની માંગ દિવસેને દિવસે વધી રહી છે. વધતા તણાવ અને દબાણના લીધે લોકો આરામ અને રિલૅક્સ થવા માટે 'Spa' માં જ જાય છે.

1 / 9
આ વ્યવસાયમાં ફેશિયલ, એરોમાથેરાપી, મસાજ, મેનીક્યુર, પેડિક્યોર, હાઇડ્રોથેરાપી અને બીજી ઘણી સેવાઓનો સમાવેશ થાય છે. જો તમારું બજેટ મર્યાદિત હોય, તો તમે આ ધંધો શરૂ કરી શકો છો.

2 / 9
બીજું કે જેમ જેમ લોકો તેમના શરીર અને મનની વધુને વધુ કાળજી લેતા જાય છે, તેમ તેમ સ્પા ઉદ્યોગની માંગ ઝડપથી વધી રહી છે. 'સ્પા' એ એક વેલનેસ સેન્ટર છે, જે બોડી મસાજ, એરોમાથેરાપી, સ્ટીમ બાથ, ફૂટ મસાજ અને ફેશિયલ જેવી સેવાઓ પ્રદાન કરે છે. આ સેવાનો હેતુ ફક્ત સુંદરતા વધારવાનો નથી પરંતુ શારીરિક થાક દૂર કરવાનો, રક્ત પરિભ્રમણ સુધારવાનો અને માનસિક તણાવ ઘટાડવાનો છે.

3 / 9
સ્પા ખોલવા માટે યોગ્ય જગ્યા નક્કી કરવી મહત્વપૂર્ણ છે. 'Spa' નો બિઝનેસ કોમર્શિયલ વિસ્તાર, જીમ, યોગ સેન્ટર અથવા બ્યુટી સલૂન નજીક શરૂ કરી શકાય. હવે રોકાણ વિશે વાત કરીએ તો, જો તમે નાનાપાયે આ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ, તો તેનો ખર્ચ લગભગ ₹1.2 લાખ થી ₹3.5 લાખ થઈ શકે છે.

4 / 9
બીજીબાજુ એક મધ્યમ સ્પાની કિંમત 4 થી 10 લાખ રૂપિયા અને પ્રીમિયમ સ્પાની કિંમત 15 લાખ થી 45 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આમાં ભાડું, આંતરિક વસ્તુઓ, પલંગ, ટુવાલ, મસાજ તેલ, સ્ટાફનો પગાર અને પરફ્યુમથી લઈને લાઇટિંગ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

5 / 9
નાના શહેરોમાં મસાજનો સરેરાશ ખર્ચ 500 થી 1000 રૂપિયા છે, જ્યારે મોટા શહેરોમાં સમાન સેવાનો ખર્ચ 1200 થી 2800 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો તમારા સ્પામાં દિવસમાં ફક્ત 8 ગ્રાહક આવે, તો તમે દરરોજ પર ગ્રાહક આશરે 2,000 રૂપિયા કમાઈ શકો છો. આ રકમ દર મહિને આશરે 4 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

6 / 9
બિઝનેસના તમામ ખર્ચ પછી પણ તમે દર મહિને 80,000 થી 1.2 લાખ રૂપિયાની વચ્ચે કમાઈ કરી શકો છો. મોટા સ્પામાં નફો 2 થી 6 લાખ રૂપિયા અથવા તો તેથી વધુ સુધી પહોંચી શકે છે. સ્પા ચલાવવા માટે તમારે ટ્રેડ લાયસન્સ, GST રજીસ્ટ્રેશન અને જો જરૂરી હોય તો, ફાયર સેફ્ટી NOC મેળવવાની જરૂર છે. સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત છે. ધ્યાન રાખો કે, તમારા થેરાપિસ્ટ વ્યાવસાયિક, તાલીમ પામેલા અને નમ્ર હોવા જોઈએ.

7 / 9
સ્પાની માર્કેટિંગ કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં વીડિયો પ્રમોશન અથવા તો એડવર્ટિઝમેન્ટ કરતાં રહો, નજીકના જીમ અને સલુન્સ સાથે કોલેબોરેશન અને પહેલી વાર આવતા ગ્રાહકોને આકર્ષક ઑફર્સ આપવાનું શરૂ કરી દો. 'સ્પા' એ માત્ર એક સેવા નથી પણ એક સરસ અનુભવ છે.

8 / 9
આમ જોવા જઈએ તો, જ્યારે સ્પામાં થાકેલા ગ્રાહક આવે છે, ત્યારે મસાજ કે માલિશ બાદ તેમના ચહેરા પર સ્મિત જોવા મળે છે અને તેઓ રાહત અનુભવે છે. સ્પા વ્યવસાય એવા લોકો માટે આદર્શ છે, જેઓ શાંતિપૂર્ણ વાતાવરણ અને સ્વાસ્થ્યને સુધારવા સંબંધિત કામને પસંદ કરે છે. આ માત્ર આવકનો સ્ત્રોત નથી પરંતુ આંતરિક તણાવને ઓગાળવાની કળા છે.

9 / 9

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">