Breaking News : લગ્નના વરઘોડામાં નોટોનો વરસાદ ! પૈસા લૂંટવા લોકો ઘરના ધાબે અને ગાડીઓ પર ચઢ્યા, જુઓ Video
મહેસાણા કડીના અગોલ ગામે લગ્ન પ્રસંગમાં નોટોનો વરસાદ. સ્થાનિક આગેવાનના પુત્રના વરઘોડામાં નોટો ઉડાડવામાં આવી. પૈસા લૂંટવા લોકો ઘરના ધાબે અને ગાડીઓ પર ચઢ્યા. જીવના જોખમે પતરા પર ચઢીને લોકોએ નોટો લૂંટી. વરઘોડા દરમિયાન નોટો લૂંટવા લોકોની મોટી ભીડ જામી..વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન નોટોનો વરસાદ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક આગેવાનના પુત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડા દરમિયાન આ ઘટના બની, જેમાં લોકો ઉપર નોટો ઉડાડવામાં આવતા આસપાસના વિસ્તારોમાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.
વરઘોડા દરમિયાન નોટો ઉડાડતા જ પૈસા લૂંટવા માટે લોકો ઘરના ધાબાઓ પર તેમજ ઊભી ગાડીઓ પર ચઢતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો જીવના જોખમે પતરા પર ચઢીને પણ નોટો એકઠી કરતા નજરે પડ્યા, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોટો લૂંટવા માટે વરઘોડાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. પૈસા મેળવવાની લાલચમાં લોકો વચ્ચે ધક્કામુક્કી જોવા મળી, જેના કારણે વરઘોડાની વ્યવસ્થા પણ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો જીવના જોખમે ઊંચા સ્થળોએ ચઢીને નોટો લૂંટતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

