AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી-પુતિન અને જિનપિંગની આ તસવીરે ડોનાલ્ડ ટ્રમ્પની ઉડાડી દીધી ઊંધ, જુઓ ફોટા

ચીનમાં યોજાયેલ SCO સમિટ તો સંપન્ન થઈ, પરંતુ આ સમિટે વૈશ્વિક રાજકારણમાં અમિટ છાપ છોડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારત, ચીન અને રશિયા એક ધરી બનાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના જોરે દુનિયાના વિવિધ દેશને પોતાના તાબે કરવા નિકળ્યાં છે. જેની સામે ભારતે ચીન અને રશિયાનો સાથ લઈને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને એક પ્રકારનો પડકાર ફેક્યો છે. આવનારા દિવસોમાં, વૈશ્વિક રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળે તો નવાઈ નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2025 | 8:23 PM
Share
રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, રશિયા અને ચીનના સરકારના વડાઓ સાથે મોદીની મુલાકાતને ભારત તરફથી ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ગર્ભિત સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

1 / 7
ટ્રમ્પ વહીવટીતંત્રના વધતા દબાણ વચ્ચે વૈશ્વિક નિષ્ણાતો આને ભારત તરફથી એક પ્રકારના "દબાણ" તરીકે જોઈ રહ્યા છે. મોદી અને પુતિન વચ્ચે ઉર્જા સહયોગની પણ ચર્ચા થઈ, જે એ વાતનો સંકેત છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવા અંગેની તેની નીતિમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યું નથી.

2 / 7
પીએમ મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનના શહેર તિયાનજિનમાં ગયા હતા. ત્યાં તેમણે પુતિન અને જિનપિંગ સહિત ઘણા વૈશ્વિક નેતાઓને મળ્યા. સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ ત્રણેય નેતાઓ જે પ્રકારના ઉષ્માભર્યા વાતાવરણ સાથે મળ્યા તેની ઘણીબધી ચર્ચા થઈ રહી છે. અમેરિકાની સાથેસાથે પાકિસ્તાનને પણ ભારતની  રાજકીય તાકાતનો પરિચય આપ્યો છે.

3 / 7
SCO બેઠક શરૂ થાય તે પહેલાં, મોદી, જિનપિંગ અને પુતિન એક જ જગ્યાએ ખૂબ જ ખુશ મૂડમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બાદમાં, પુતિન અને મોદી આ સ્થળથી એક જ કારમાં વાટાઘાટ સ્થળ માટે રવાના થયા હતા.

4 / 7
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી છે. આ તકનો લાભ ભારતે ઉઠાવ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે
 યુક્રેનનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું, "અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. અમે તાજેતરના તમામ શાંતિ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ શોધવો પડશે. આ સમગ્ર માનવતાનું આહ્વાન છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી છે. આ તકનો લાભ ભારતે ઉઠાવ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે યુક્રેનનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું, "અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. અમે તાજેતરના તમામ શાંતિ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ શોધવો પડશે. આ સમગ્ર માનવતાનું આહ્વાન છે."

5 / 7
નોંધનીય છે કે પુતિનને મળ્યાના બે દિવસ પહેલા, પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીએ મોદીને પુતિનને મળે ત્યારે યુદ્ધવિરામ અંગે વાત કરવા વિનંતી કરી હતી. સોમવારે રાષ્ટ્રપતિ પુતિને SCO પરિષદને સંબોધિત કરતી વખતે, તેમણે યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવામાં ભારત અને ચીનની ભૂમિકાની પ્રશંસા કરી.

6 / 7
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, મોદી અને પુતિન વચ્ચે આર્થિક, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો સંબંધિત દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી છે અને તાજેતરના સમયમાં આ તમામ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. મોદી અને પુતિને ભારત અને રશિયા વચ્ચે ખાસ અને રચનાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આ વર્ષના અંતમાં ભારત-રશિયા સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું.

7 / 7

ચીનના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

g clip-path="url(#clip0_868_265)">