14 વર્ષની દીકરી આરાધ્યા, ઐશ્વર્યા રાયની કરતા પણ વધારે ઊંચી, જુઓ ફોટો
એશ્વર્યા રાય (Aishwarya Rai ) હાલમાં પોતાની દીકરી આરાધ્યા અને આખા પરિવાર સાથે જોવા મળી હતી. તે પોતાના ભત્રીજા શિવાંશના જન્મદિવસ સેલિબ્રેટ કરવા માવતરના ઘરે પહોંચી હતી. બધાની નજર આરાધ્યાની હાઈટ પર પડી છે.

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાયે પોતાની દીકરી આરાધ્યા બચ્ચન અને રાય પરિવારના અન્ય સભ્યો સાથે ભત્રીજા શિવાંશ રાયના જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચી હતી. એશ્વર્યા રાય ભાભી, શ્રીમા રાયે ઈન્સ્ટાગ્રામ પર પરિવારનો ફોટો શેર કર્યો છે.

આ ફોટોમાં લોકોનું ધ્યાન આરાધ્યાની હાઈટ પર પડ્યું હતુ. એશ્વર્યા રાયની લાડલી માતા કરતા પણ ઊંચી છે.ફોટોમાં એશ્વર્યા રાય પોતાના ભાઈ આદિત્ય રાય,ભાભી, માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં શિવાંશનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

આ ફોટોમાં આખો પરિવાર બર્થ ડે બોયની આજુબાજુ જોવા મળી રહ્યો છે. કેક કટ કરી રહ્યો છે.આરાધ્યા ડેનિમ શર્ટ અને જીન્સ પહેરી એક સિંપલ લુકમાં જોવા મળી હતી.

આરાધ્યા બચ્ચન માતાથી પણ ઊંચી છે.આ પારિવારિક પ્રસંગે ચાહકોનું ધ્યાન ખેંચ્યું, તો ઘણા લોકોએ ફોટામાં આરાધ્યાની ઊંચાઈ પણ જોઈ. 14 વર્ષની આરાધ્યા તેની માતા કરતાં ઊંચી દેખાતી હતી, જેના કારણે ચાહકોએ તેની ઝડપથી વધતી ઊંચાઈ વિશે ટિપ્પણીઓ કરી.

એક ચાહકે લખ્યું, "ઐશ્વર્યાની પુત્રી તેના કરતાં કેવી રીતે ઊંચી દેખાય છે?" બીજાએ ટિપ્પણી કરી, "સુંદર પરિવાર." અહેવાલો અનુસાર, ઐશ્વર્યા 5'7 છે, એટલે કે આરાધ્યા આ ઉંમરે પણ વધુ ઊંચી થઈ ગઈ છે.

એશ્વર્યા રાયને છેલ્લી વખત પડદાં પર પોન્નિયિન સેલવન 2023માં જોવા મળી હતી.

હાલમાં તે લોરિયલ પેરિસ ફેશન શોમાં જોવા મળી હતી. આ ગ્લોબલ બ્યુટી બ્રાન્ડના શોકેસ ભાગ રૂપે રેમ્પ વોક કર્યું હતુ.
એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ અહી ક્લિક કરો
