Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી થયો વધારો ! ચાંદીના ભાવમાં રુ. 10,000નો ઘટાડો
સોનાની વાત કરીએ તો 24 ઑક્ટોબરે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹100 અને 22 કેરેટના સોનાના ભાવમાં પણ ₹100નો વધારો થયો હતો, પરંતુ બીજા જ દિવસે આજે ભાવ સ્થિર રહ્યા છે. આ પહેલાં એક દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ સતત 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,600 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹3,300નો ઘટાડો થયો હતો.

સોના-ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. પહેલાં સોનાની વાત કરીએ તો 24 ઑક્ટોબરે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹100 અને 22 કેરેટના સોનાના ભાવમાં પણ ₹100નો વધારો થયો હતો, પરંતુ બીજા જ દિવસે આજે ભાવ સ્થિર રહ્યા છે. આ પહેલાં એક દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ સતત 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,600 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹3,300નો ઘટાડો થયો હતો. હવે ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં આવેલી સુસ્તી વચ્ચે 2 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹10,000નો ઘટાડો થયા બાદ સતત 2 દિવસથી ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,730 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,850 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,700 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,580 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,750 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,630 છે.(ફોટો ક્રેડિટ- File Image)

ચાંદીના ભાવ આજે સતત બીજા દિવસે સ્થિર રહ્યા છે. આ પહેલાં સતત 6 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ 2 દિવસમાં ચાંદીના ભાવમાં ₹10,000નો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, 6 દિવસની સ્થિરતા પહેલાં 15 ઑક્ટોબરે પણ ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો થયો હતો. એટલે કે, છેલ્લા 11 દિવસમાં 1 કિલો ચાંદી ₹15,000 સસ્તી થઈ છે. આજે દિલ્હીમાં 1 કિલો ચાંદી કોઈ ફેરફાર વિના ₹2,20,900ના ભાવે વેચાઈ રહી છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિતના અન્ય મુખ્ય મહાનગરોમાં પણ ચાંદીનો ભાવ આટલો જ છે.

લેમન (Lemonn)ના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગના જણાવ્યા અનુસાર, કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ આવ્યું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $112ને પાર જતાં મોંઘવારી અંગેની ચિંતાઓ વધી છે. આ સાથે એવી શક્યતાઓ પણ વધી છે કે અમેરિકાનું ફેડરલ રિઝર્વ વ્યાજદરને લાંબા સમય સુધી ઊંચા સ્તરે જાળવી રાખી શકે છે. ઊંચા વ્યાજદર સોના અને ચાંદીના ભાવ પર દબાણ લાવી શકે છે, કારણ કે આ બંને કિંમતી ધાતુઓમાંથી કોઈ વ્યાજ મળતું નથી. તેથી વ્યાજ આપતી અન્ય સંપત્તિઓની સરખામણીએ સોના-ચાંદીમાં રોકાણકારોનો રસ ઘટી શકે છે.

ગૌરવ ગર્ગના જણાવ્યા અનુસાર, હવે રોકાણકારોની નજર અમેરિકાના ફેડરલ રિઝર્વની 27-28 ઑક્ટોબરે યોજાનારી બેઠક પર છે. આ બેઠકમાં ભવિષ્યમાં વ્યાજદર અંગે મહત્વપૂર્ણ સંકેતો મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સાઉદી અરેબિયાના ઊર્જા માળખા પર થયેલા હુમલાને કારણે વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ પડવાની આશંકા વધી છે. આ પરિબળોને કારણે કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
