AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દેવભૂમિ દ્વારકા ખેડૂતોની હાલત કફોડી બની,સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માગણી

Breaking News : દેવભૂમિ દ્વારકા ખેડૂતોની હાલત કફોડી બની,સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માગણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2026 | 1:49 PM
Share

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લામાં આ વર્ષે નહિવત વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સીમાડાઓ પાણી વિના સુકાઈ ગયા છે,તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

નબળા ચોમાસાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે.પાણીના અભાવે ખેતરમાં ઊભો પાક સુકાઈને નિષ્ફળ થયો છે. સાથોસાથ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની પણ ગંભીર કટોકટી સર્જાઈ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરી, મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી વાવણી કરી હતી. પરંતુ કુદરત રૂઠતાં ખરીફ સીઝન સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખેતરોમાં ઉપજ તો છોડો પણ પશુઓ માટે ઘાસચારો પણ નીકળે તેવી સ્થિતિ નથી.

પશુધનને ગૌશાળામાં મુકવા મજબૂર

નદી, ચેકડેમ, કૂવા સહિતના જળસ્તરો પણ ખાલીખમ થતા પશુપાલકો પોતાના પશુધનને ગૌશાળામાં મુકવા મજબૂર બન્યા છે..આવી સ્થિતિમાં ખેડૂતોની માગણી છે તાત્કાલિક સરકાર સૌની યોજના મારફતે ડેમમાં પાણી ભરવામાં આવે.સાથે પશુઓ માટે ઘાસચારોની વ્યવસ્થા કરવા ખેડૂતોની માગણી છે.બીજી તરફ સિંચાઈ વિભાગના દાવા મુજબ હાલ જિલ્લાની 15 સિંચાઈ યોજનામાં 1થી 2 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.સૌની યોજના મારફતે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.હાલ પૂરતું તંત્રની પ્રથમ પ્રાથમિકતા માત્ર પીવાનું પાણી પૂરું પાડવાની છે, જ્યારે સિંચાઈ માટે પાણી આપવા અંગે સરકારની આગામી સૂચના બાદ જ નિર્ણય લેવાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી છે. ખાસ કરીને ઘેટાં-બકરાં રાખતા પશુપાલકો ઘાસચારો અને પાણીની અછતથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આખો દિવસ રઝળપાટ કર્યા પછી પણ પશુઓને માંડ એક વાર પીવાનું પાણી મળી રહ્યું છે. જેથી પોતાના પશુધનને બચાવવા માટે હવે માલધારીઓએ સરકાર પાસે તાત્કાલિક ઘાસ અને પાણીની મદદ આપવા માંગ કરી છે.

 

 

Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">