AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા

Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.સાબરકાંઠાના અંજનાબેન બુંબડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેજલબેન અમરજી ડામોરે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું તો ગાંધીનગરનાં નિમિષાબેને લોંગ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.

| Updated on: Oct 25, 2026 | 12:52 PM
Share
 જાપાનના આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં આયોજિત પાંચમી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ આઠ મેડલ જીત્યા છે. તમને જણાવી દઈએ કે, Asian Para Games 2026માં ભારતે 30 ગોલ્ડ મેડલ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 114 મેડલ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે.

1 / 7
સાબરકાંઠાનાં અંજનાબેન રોહિત બુંબડિયાએ પેરા એથ્લેટિક્સની મહિલા 400 મીટર T47 સ્પર્ધા 59.97 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો. તેમની આ સિદ્ધિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

2 / 7
સાબરકાંઠાનાં જ તેજલબેન અમરજી ડામોરે પેરા એથ્લેટિક્સમાં બે મેડલ જીતીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મહિલા 400 મીટર T12 સ્પર્ધા 57.60 સેકન્ડમાં પૂર્ણ કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત, મહિલા 200 મીટર T12 સ્પર્ધા 25.23 સેકન્ડમાં પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.

3 / 7
પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ ક્લાસ 4–5 સ્પર્ધામાં મહેસાણાનાં ભાવિનાબેન હસમુખભાઈ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અર્જુન અવૉર્ડ ભાવિનાબેન અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તેમને એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા બદલ 5 લાખ અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાગ લેવા બદલ 10 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી.

4 / 7
ગાંધીનગરનાં નિમિષા સી.એસ.એ પેરા એથ્લેટિક્સની લોંગ જમ્પ T47 સ્પર્ધામાં 5.37 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નિમિષાબેનને એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા બદલ 5 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી. નિમિષાબેનને હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2023માં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ 30 લાખની સહાય આપવામાં આવી હતી.

5 / 7
આ ઉપરાંત, હાંગઝોઉ, ચીન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2023માં મેડલ જીતવા બદલ રાજ્ય સરકાર દ્વારા ભાવિનાબેનને 50 લાખની નાણાકીય સહાય આપવામાં આવી હતી.અમદાવાદનાં સોનલબેન મનુભાઈ પટેલે પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ ક્લાસ 3 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમને એશિયન ગેમ્સ 2023 અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભાગ લેવા બદલ અનુક્રમે 5 લાખ અને 10 લાખની સહાય આપવામાં આવી હતી.

6 / 7
તમને જણાવી દઈએ કે, Asian Para Games 2026માં ભારતે 30 ગોલ્ડ મેડલ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 114 મેડલ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે.

7 / 7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાડોશી છે ભાવિના પટેલ, સફળતા માટે પતિ અને પિતાનો માને છે આભાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">