AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાંદરાઓના ત્રાસથી પરેશાન છો ? આ 5 ઘરેલું ઉપાયો અજમાવો, ‘વાનરો’ ઘરમાં ઘૂસવાની પણ હિમ્મત નહીં કરે

ગામડું હોય કે શહેર, આજકાલ વાંદરાઓનો ત્રાસ અને ડર બધે જ જોવા મળે છે. તેઓ બાલ્કની કે છત પરથી કપડાં અને અન્ય સામાન લઈ જ જાય છે. આ સાથે જ તોડફોડ અને હુમલાનો ભય પણ રહે છે. એવામાં શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો? તો જણાવી દઈએ કે, કેટલાક એવા સરળ ઘરેલું અને પ્રાકૃતિક ઉપાયો છે, જેનાથી તમે વાંદરાઓને ઘરેથી કે ધાબેથી ભગાડી શકો છો.

| Updated on: Oct 25, 2026 | 1:52 PM
Share
શું વાંદરાઓના આતંકથી તમે પણ પરેશાન છો? બાલ્કની કે છત પર જતાં ડરો છો અથવા તો ધાબે કોઈ પણ કપડાં કે વસ્તુઓ સૂકવવા મૂકો, તો વાંદરાઓ લઈને ભાગી જાય છે? જણાવી દઈએ કે, વાંદરાઓનો ખૌફ ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ ખૂબ છે. સાચું તો એ છે કે, વાંદરાઓથી છુટકારો મેળવવો બિલકુલ આસાન નથી. જો એકવાર વાંદરાઓએ તમારા ઘરનો રસ્તો જોઈ લીધો, તો તેને ભગાડવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

1 / 7
વાંદરાઓ છત પર ફરે છે, છોડને નુકસાન પણ પહોંચાડે છે અને બાળકો તથા વડીલો પર હુમલો પણ કરી દે છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે, આ વાંદરાઓથી મુક્તિ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. લોકો અવારનવાર વિચારે છે કે, આખરે કયો રસ્તો અપનાવીએ; જેથી વાંદરાઓ ઘર આસપાસ પણ ન ફરકે? કેટલાક એવા ઘરેલું ઉપાયો અને પ્રાકૃતિક રીતો છે, જેનાથી તમે વાંદરાઓને ભગાડી શકો છો. જો તમને એ ખબર પડી જાય કે, વાંદરાઓ કઈ વસ્તુથી ડરે છે અને કઈ ગંધ પસંદ નથી કરતા, તો તમારી બાલ્કની અને ઘર તરફ વાંદરાઓ ફરકશે પણ નહીં.

2 / 7
વાત એમ છે કે, વાંદરાઓની સુંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોય છે. તે તીખી અને તેજ ગંધને દૂરથી જ સુંઘી લે છે. જો તમે ઘરની છત કે બાલ્કનીમાં આ વસ્તુઓનો ઉપયોગ કરશો, તો વાંદરાઓ તમારા ઘરે બિલકુલ નહીં આવે. ખાટા ફળોની સુગંધ વાંદરાઓને બિલકુલ સહન થતી નથી. તમે બારી અને બાલ્કનીમાં લીંબુ કે નારંગીની છાલ ઘસી દો અથવા તો તેનો રસ છાંટી દો.

3 / 7
સફેદ વિનેગરની તેજ ગંધ વાંદરાઓને બિલકુલ પસંદ નથી. પાણીમાં વિનેગર મિલાવીને સ્પ્રે બોટલમાં ભરી લો અને તે જગ્યાઓ પર છાંટી દો, જ્યાં વાંદરાઓ ખૂબ વધારે આવે છે. આ સિવાય તમે લસણનો રસ પણ નાખી શકો છો. આ ઘરેલું ઉપાય વાંદરાઓને આવતા રોકશે.

4 / 7
વાસ્તવમાં, લસણની તીખી સુગંધ વાંદરાઓને ફરીથી આવતા અટકાવે છે. વધુમાં, તમે પાણીમાં ફુદીનાનું તેલ મિલાવીને તેનો સ્પ્રે બોટલમાં ભરી શકો છો. આની તેજ ગંધથી વાંદરાઓ નહીં આવે.

5 / 7
આ ઉપરાંત તમે ઘરની આસપાસ અથવા બાલ્કનીમાં 'કપૂર' પ્રગટાવી દો, તેની સુગંધ ફેલાવાથી વાંદરાઓ નહીં આવે. વાંદરાઓને ભગાડવા માટે તમે એ વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી તેઓ ડરે છે. વાંદરાઓ અચાનક થતા મોટા અવાજોથી ડરીને ભાગી જાય છે. જો વાંદરાઓ ઘૂસી ગયા હોય તો થાળી વગાડવી, સિટી વગાડવી અથવા તેજ સાયરન જેવા અવાજો વગાડીને તેમને ભગાડી શકાય છે.

6 / 7
વાંદરાઓ 'સાપ' અને 'શિકારી પક્ષી' થી પણ ડરે છે. જો તમારી બાલ્કની કે છત પર રબરનો નકલી સાપ અથવા ડરામણી આંખવાળા ઉલ્લુનો ફોટો લગાવેલો હોય તો પણ વાંદરાઓ આવતા ડરશે. જો તમે ચમકતી રિબન, એલ્યુમિનિયમ ફોઈલ અથવા હવામાં હલતી વસ્તુઓ (જેમ કે જૂની સીડી કે ચમકતી ટેપ) લગાવો છો, તો આ જ્યારે તડકામાં ચમકે છે, તો વાંદરાઓ ડરના કારણે નથી આવતા.

7 / 7
આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ વ્યાવસાયિક કે કાનૂની સલાહ નથી. વાંદરાઓ જંગલી પ્રાણી હોવાથી, કોઈપણ ઘરેલું ઉપાય કે પદ્ધતિ અપનાવતી વખતે તમારી પોતાની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું અને ગંભીર ત્રાસ કે જોખમ હોય તો વન વિભાગની મદદ લેવી.

શું તમે પણ જમવાનું ગળી જાઓ છો ? ઉતાવળમાં ખાવાની આ ખરાબ ટેવ પાડી શકે છે ગંભીર બીમારીઓનો શિકાર !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">