AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન, એક રૂપિયામાં ડુંગળી વેચીને ખેડૂતોએ દર્શાવી નારાજગી-Video

Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન, એક રૂપિયામાં ડુંગળી વેચીને ખેડૂતોએ દર્શાવી નારાજગી-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2026 | 2:14 PM
Share

રાજકોટના ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ગાંધીચોકમાં ખાતર અને ડુંગળી માટે કોંગ્રેસે વિરોધ કર્યો. ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે મળી એક રૂપિયામાં ડુંગળી વેચી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટના ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ હોંશે હોંશે ડુંગળીનું વાવેતર કરીને બે રૂપિયા કમાશે તેવુ વિચાર્યુ હતુ પરંતુ હાલ જે પ્રમાણે ડુંગળીના ભાવ માં કડાકો બોલ્યો છે તેનાથી તો ખેડૂતોને નિભાવ ખર્ચ પણ નથી મળ્યો.

ઉત્પાદન ખર્ચના અને મજૂરીના ભાવ પણ ખેડૂતોને નથી મળ્યા. આટલુ ઓછુ હોય તેમ હાલ ખાતરના ભાવ પણ વધ્યા છે. જેના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવુ સ્થિતિ થઈ છે. એકતરફ ડુંગળીમાં પહેલે થી ખોટનો માર ખેડૂતો ઝેલી રહ્યા છે ઉપરથી ખાતરના ભાવમાં ભડકો થયો છે. તો ખેડૂતો કરે તો કરે શું તે મોટો સવાલ છે. હાલ ખેડૂતોને કેવી રીતે નવા પાકની તૈયારી કરવી, કેવી રીતે ગુજરાન ચલાવવુ તે જ સવાલો સતાવી રહ્યા છે.

આ તમામ પ્રશ્નનો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાએએ ઉપલેટાના ગાંધીચોકમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ. એક રૂપિયામાં ડુંગળી વેચીને પોતાની નારાજગી દર્શાવી હતી. ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. ખાતરમાં ભાવ વધારો અને ડુંગળીના ભાવ તળિયે જતા રોષ ફેલાયો છે.

મહત્વનું છે કે ખાતરના ભાવમાં વધારો થતાં ડુંગળીની પડતર કિંમત પણ વધી છે પરંતું ડુંગળીના ભાવ સાવ તળીયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની પણ માગ છે કે સરકાર ડુંગળીના પૂરતા ભાવ આપે અને ખાતરના ભાવમાં ઘટાડો કરે.

 

Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા, હાઈકોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય- Video

Published on: May 14, 2026 02:13 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">