પાતાળ લોક સિવાય બ્રહ્માંડમાં અન્ય કેટલા લોક આવેલા છે? જાણો
પૃથ્વી પરથી પાતાળ સુધી પહોંચવા માટે, 70 હજાર યોજના (લગભગ 9 લાખ 10 હજાર કિલોમીટર) ની ઊંડાઈ સુધી જવું પડે છે. હિન્દુ ધર્મમાં, પાતાળ લોકનું સ્થાન પૃથ્વીની નીચે હોવાનું કહેવાય છે. નીચેનો અર્થ સમુદ્રમાં અથવા દરિયા કિનારે થાય છે.પાતાળ લોકમાં નાગ,દૈત્ય, દાનવ અને યક્ષ રહે છે.

હિન્દુ માન્યતાઓ અનુસાર, બ્રહ્માંડમાં કુલ 14 લોક છે અને પૃથ્વી આ બધા લોકની મધ્યમાં છે. 7 વિશ્વો તેની ઉપર છે, જ્યારે બાકીના 7 તેની નીચે છે.પૃથ્વી નીચેના સાત લોકોના નામ અનુક્રમે અટલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ છે.

હિન્દુ માન્યતાઓ મુજબ જે રીતે ભૂ લોક અને સ્વર્ગલોકનું બ્રહ્માંડમાં અસ્તિત્વ છે.તેવી જ રીતે પાતાલ લોકનું પણ અસ્તિત્વ છે.બ્રહ્માંડમાં ભૂલોક અને સ્વર્ગલોકની જેમ પાતાલ લોકનું પણ અસ્તિતવ છે. તો ચાલો જાણીએ વિસ્તારથી માહિતી.

સૌથી પર પૃથ્વીની ઉપરવાળા લોકની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું સત્ય લોક આવે છે. જેમાં ભગવાન બ્રહ્માનો નિવાસ સ્થાન માનવામાં આવ્યું છે.બીજા સ્થાન પર તપસ્વિયો અને ઋષિઓનો લોક તપલોક છે.ધરતીની ઉપર ત્રીજો લોક જનલોક છે. જેમાં સંત અને મહાન આત્માનું સ્થાન માનવામાં આવે છે.

ત્યારબાદ મહર્લોક છે. જેમાં શાસ્ત્રો અનુસાર દેવતાઓ અને સિદ્ધ પુરુષોનો નિવાસ છે. પૃથ્વીની ઉપર પાંચમો લોક સ્વર્ગલોક છે. જેમાં ઈન્દ્ર અને અન્ય દેવતાઓનો લોક માનવામાં આવે છે,ભુવર્લોકમાં આકાશીય વિસ્તાર જ્યાં દિવ્ય આત્માઓ રહે છે. તેમજ સાતમો લોક ભૂલોક પર માનવીઓ નિવાસ કરે છે. જેને પૃથ્વી લોક કહેવામાં આવે છે.

હવે આપણે પૃથ્વીની નીચે રહેલા સાત લોકની વાત કરીએ તો. સૌથી પહેલા અતલ લોક છે. જ્યાં દૈત્યો અને અસુરોનું નિવાસ સ્થાન છે.વિતલ લોક યક્ષો અને કિન્નરોનો લોક માનવામાં આવે છે.સુતલ લોક બલિ મહરાજનું રાજ્ય છે.તલાતલ લોક, માયાવી અસુરોનું નિવાસ છે. મહાતલ લોક નાગો અને સાપોનો લોક માનવામાં આવે છે.

રસતાલ લોક દૈત્યો અને દુષ્ટ આત્માઓનું સ્થાન છે.પાતાલ લોક નાગોના રાજા વાસુકીનું નિવાસ છે.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
