AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયા ગમે તેટલી આધુનિક બને પણ ‘કાળા સોના’ વગર બધું જ અંધકારમય ! જાણો કોલસાના એ 4 પ્રકારો જે છે સુપર પાવર

ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભલે સોલર અને વિન્ડ પાવરની વાતો થતી હોય, પણ 2026 માં પણ કોલસો જ અર્થતંત્રનો અસલી આધાર સ્તંભ છે. જાણો કેમ ભારત અને ચીન માટે કોલસો આજે પણ ઉર્જા સુરક્ષાની 'લાઈફલાઈન' છે.

| Updated on: Apr 01, 2026 | 7:28 PM
Share
દુનિયા ગમે તેટલી આધુનિક બને, પણ ભારે ઉદ્યોગો અને વીજળીના સતત પુરવઠા માટે કોલસો આજે પણ અનિવાર્ય છે. વર્ષ 2026 માં ચીન 4.8 અબજ ટન ઉત્પાદન સાથે મોખરે છે, જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા તેની પાછળ છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક કોલસો સરખો નથી હોતો? જાણો કોલસાના 4 મુખ્ય પ્રકારો: કોણ કેટલું પાવરફુલ?

1 / 7
એન્થ્રેસાઇટ (હાર્ડ કોલ): આ કોલસાનો સૌથી શુદ્ધ અને સર્વોચ્ચ પ્રકાર છે. તેમાં 86% થી 97% કાર્બન હોય છે. તે ઓછો ધુમાડો આપે છે અને સૌથી વધુ ગરમી પેદા કરે છે. તે ખૂબ જ દુર્લભ છે અને મુખ્યત્વે ધાતુ ઉદ્યોગમાં વપરાય છે.

2 / 7
બિટ્યુમિનસ (સોફ્ટ કોલ): દુનિયામાં સૌથી વધુ આ પ્રકારનો કોલસો વપરાય છે. તેમાં 45% થી 86% કાર્બન હોય છે. તેનો ઉપયોગ વીજળી પેદા કરવા અને સ્ટીલ બનાવવા (કોકિંગ કોલ) માટે અનિવાર્ય છે.

3 / 7
સબ-બિટ્યુમિનસ: આ કોલસો બિટ્યુમિનસ અને લિગ્નાઈટ વચ્ચેની કડી છે. તેમાં 35% થી 45% કાર્બન હોય છે. તેમાં સલ્ફર ઓછું હોવાથી તે બાળવામાં થોડો 'સ્વચ્છ' માનવામાં આવે છે અને વીજળી મથકોમાં ઈંધણ તરીકે વપરાય છે.

4 / 7
લિગ્નાઈટ (બ્રાઉન કોલ): આ સૌથી કાચો અને નબળો કોલસો છે. તેમાં માત્ર 25% થી 35% કાર્બન અને 45% જેટલો ભેજ હોય છે. તે વજનમાં ભારે હોવાથી તેને દૂર મોકલવા પરવડતું નથી, તેથી ખાણની નજીક આવેલા પાવર પ્લાન્ટ્સમાં જ તેનો ઉપયોગ થાય છે.

5 / 7
2026 માં કોલસો કેમ છે અનિવાર્ય?: વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં થતી વધ-ઘટ વચ્ચે કોલસો દેશોને 'એનર્જી સિક્યોરિટી' પૂરી પાડે છે. ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશો માટે 24/7 વીજળીનો પુરવઠો જાળવી રાખવા માટે કોલસો સૌથી સસ્તું અને ભરોસાપાત્ર સાધન છે. વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા અને GDP ગ્રોથ જાળવી રાખવા માટે કોલસો એક આર્થિક બ્રિજનું કામ કરી રહ્યો છે.

6 / 7
જ્યારે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાય છે, ત્યારે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કોલસો જ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. ભલે દુનિયા ગ્રીન એનર્જી તરફ વળી રહી હોય, પણ સ્ટીલ અને સિમેન્ટ જેવા પાયાના ઉદ્યોગો આજે પણ કોલસા વગર અધૂરા છે.

7 / 7

વિશ્વમાં કોલસાનો સૌથી મોટો ઉત્પાદક કોણ ? 2030 સુધીમાં તૂટી જશે બધા રેકોર્ડસ, એનર્જી માર્કેટના આંકડા જોઈ તમે પણ ચોંકી જશો!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">