હિંદ મહાસાગરમાં ભારતની વ્યુહાત્મક જીત, કોલંબો ડોકયાર્ડમાં 51% હિસ્સો ખરીદી બન્યું સમુદ્રી સેક્ટરનું ગેમ-ચેન્જર
હિંદ મહાસાગરના વ્યુહાત્મક જળક્ષેત્રમાં ભારત તેની સ્થિતિ મજબૂત કરવા માટે એક પછી એક મહત્વના પગલા ભરી રહ્યુ છે. તાજેતરમાં જ ભારતની સરકારી નવરત્ન કંપની મજગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમીટેડ દ્વારા શ્રીલંકાના કોલંબો ડૉકયાર્ડમાં 51% હિસ્સો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે દક્ષિણ એશિયાના સમુદ્રી રાજકારણમાં એક ગેમચેન્જર સાબિત થઈ શકે તેમ છે.

ભારત દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડમાં 51% હિસ્સો ખરીદવાનો નિર્ણય એ માત્ર આર્થિક રોકાણ નથી પરંતુ ‘ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિને સીધો પડકાર આપવાની ભારતની સુનિયોજિત વ્યુહરચનાનો એક ભાગ છે. ભારત હવે શ્રીલંકાના રસ્તે ચીનને ઘેરવાની તૈયારી કરી રહ્યુ છે અને આ હિલચાલથી હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ ફરી એકવાર સ્થાપિત થઈ રહ્યો છે. સ્ટ્રિંગ ઓફ પર્લ્સ દ્વારા ભારતને પડકાર? ચીન છેલ્લા ઘણા સમયથી ભારતને સમુદ્રી માર્ગે ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યૂહરચના હેઠળ ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, જિબૂતીમાં મિલિટરી બેઝ અને શ્રીલંકામાં હંબનટોટા પોર્ટ પર પોતાનું નિયંત્રણ જમાવ્યું છે. ખાસ કરીને શ્રીલંકાના દક્ષિણમાં આવેલું હંબનટોટા પોર્ટ જ્યારે શ્રીલંકા- ચીનનું દેવું ન ચૂકવી ન શક્યું તો વર્ષ 2021માં ચીને તેને 100 વર્ષની લીઝ પર લઈ લીધું હતું. આ...
