AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 24 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
MI vs PBKS
| Updated on: Apr 16, 2026 | 7:24 PM
Share

IPL 2026માં આજે સિઝનના 24 મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે MI આ મેચમાં પહેલા બેટિંગ કરશે. PBKS અને MI બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યરે કહ્યું કે IPL 2026માં અમારી શરૂઆત શાનદાર રહી છે અને અમારું કોમ્બિનેશન પણ સફળ રહ્યું છે. વાનખેડેની પિચ ડ્રાય લાગી રહી છે અને અમે પહેલા બોલિંગ કરીશું. અમે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. આજે અમારી ટીમમાં બે બદલાવ થયા છે. રોહિત શર્મા ઈજાના કારણે રમી રહ્યો નથી. તેની જગ્યાએ ક્વિન્ટન ડી કોક ઓપનિંગ કરશે. મિશેલ સેન્ટનર બીમાર છે અને તેના સ્થાને મયંક રાવત આજની મેચમાં ડેબ્યૂ કરશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), રાયન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.

ઈમ્પેક્ટ સબ્સ: એએમ ગઝનફર, કોર્બીન બોશ, રાજ બાવા, રોબિન મિન્ઝ, અશ્વની કુમાર

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર.

Breaking News: IPL 2026 માંથી એક જ દિવસમાં બે ખેલાડી થયા બહાર, CSK પછી SRHને લાગ્યો મોટો ઝટકો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">