Stocks Forecast: આ 3 શેરમાં આવશે મોટો ઉછાળો ! 536નો શેર 840 રુપિયા સુધી વધવાની સંભાવના
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

CarTrade Tech Ltd: ટેક કંપનીનો આ શેર હાલ 3,087 રુપિયા પર છે જેણે પોતાનો ટાર્ગેટ પ્રાઈઝ પાર કરી લીધી છે. ત્યારે જો હવે આ શેર વધે છે તો 24%ના ઉછાળા સાથે ભાવ 3840 રુપિયા પર આવી શકે છે પણ જો અહીથી ભાવ ઘટે છે તો શેર 44%ના મોટા ઘટાડા સાથે 1700 રુપિયા સુધી પણ ઘટી શકવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

આ શેર પર 8 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 અનાલિસ્ટ આ શેર પર સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સાથે બીજા 1 અનાલિસ્ટ પણ આ શેર પર Buyની રાય આપી રહ્યા છે. આ શેર પર બીજા 1 અનાલિસ્ટે Hold કરવા અંગે પણ પોતાની રાય આપી છે તેમજ આ શેર પર 3 અનાલિસ્ટ સ્ટ્રોંગલિ Sell કરવા અંગે પણ જણાવી રહ્યા છે.

Triveni Turbine Limited: 536 રુપિયાના આ શેરમાં ભવિષ્યમાં મોટા ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે અહીં આ શેર પર 670 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપમાં આવી છે. તેમજ આ શેરમાં જો હજુ વધારો થયો તો આ શેરનો ભાવ 56%ના મોટા ઉછાળા સાથે 840 રુપિયા પર પણ પહોંચવાની સંભાવના છે. આ શેર પર હાલ પુરતી કોઈ નેગેટિવ અસર દેખાઈ રહી નથી, હવે આ શેરને ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 8 અનાલિસ્ટે પોતાની રાય આપી છે, જેમાંથી 6 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે જણાવી રહ્યા છે તે સિવાય 2 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા પોતાની રાય આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ શેર પર હજુ સુધી કોઈ અનાલિસ્ટે sellના સંકેત આપ્યા નથી એટલે કે આ શેર તમારા માટે ભવિષ્યમાં સારા પૈસા કમાવવાની તક બની શકે છે.

JK Lakshmi Cement Limited: 758 રુપિયાનો આ શેર પર 966 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. અહીંથી જો આ શેરમાં વધારો થયો તો 71%ના મોટા ઉછાળા સાથે આ શેર 1300 રુપિયા પર પહોંચી શકે છે. આ શેર પર પણ કોઈ નેગેટિવ અસર જોવા મળી રહી નથી એટલે કે હજુ સુધી આ શેર પર ઘટાડાના સંકેત આ ચાર્ટમાં દેખાઈ રહ્યા છે. હવે આ શેરને ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 16 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 8 અનાલિસ્ટ આ શેરને ખરીદવાની એટલે કે સ્ટ્રોંગલિ Buyની રાય આપી રહ્યા છે આ સિવાય બીજા 2 અનાલિસ્ટ પણ શેરને Buy કરવાની રાય આપી રહ્યા છે. તેમજ આ શેર પર 3 અનાલિસ્ટે હોલ્ડ તેમજ 3 અનાલિસ્ટે Sellની રાય આપી છે.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
