AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર-સોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, સ્થાનિક લોકોની મદદથી કરાયું રેસ્ક્યૂ, જુઓ- Video

ગીર-સોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, સ્થાનિક લોકોની મદદથી કરાયું રેસ્ક્યૂ, જુઓ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 1:58 PM
Share

ઘટના સમયે આસપાસના વિસ્તારમાં અંધારું વધુ હોવાથી કાર્યકરને કુવો નજરમાં ન આવ્યો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. કુવામાં પડ્યા બાદ કાર્યકરે બુમાબુમ કરતાં સ્થાનિક લોકોનું ધ્યાન ગયું અને તાત્કાલિક તેમને કુવામાંથી બાહર કાઢવામાં આવ્યા હતા.

ગીરસોમનાથ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના (AAP) એક કાર્યકર મતદાનની સ્લિપ વહેંચ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે કુવામાં ખાબકી પડ્યા હતા. મળતી માહિતી મુજબ, મતદાનની સ્લિપ વહેંચ્યા બાદ પરત ફરતા રાત્રિના અંધારામાં રસ્તો સ્પષ્ટ ન દેખાતા તેઓ અચાનક એક કુવામાં ખાબકી પડ્યા હતા.

AAPના મતદાર કુવામાં ખાબક્યા

ઘટના સમયે આસપાસના વિસ્તારમાં અંધારું વધુ હોવાથી કાર્યકરને કુવો નજરમાં ન આવ્યો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. કુવામાં પડ્યા બાદ કાર્યકરે બુમાબુમ કરતાં સ્થાનિક લોકોનું ધ્યાન ગયું અને તાત્કાલિક તેમને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોની મદદથી કરાયું રેસ્ક્યૂ

સ્થાનિક લોકોના ઝડપી પ્રતિસાદને કારણે સમયસર રેસ્ક્યૂ કરવામાં આવ્યા અને કાર્યકરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, તેમને નાની ઇજાઓ પહોંચી હોવાની શક્યતા છે અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્થાનિક લોકોની મદદ અને બચાવ કામગીરી સ્પષ્ટ દેખાય છે. ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી છે અને રાત્રિના સમયે સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.

Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ, સવારે 7 વાગ્યાથી અધિકારીઓને ફિલ્ડ પર ફરજિયાત હાજર રહેવા આદેશ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Apr 24, 2026 01:54 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">