AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના સરોલીમાં વિધર્મી હેવાન બન્યો, 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી, પોલીસે દુષ્કર્મીની કરી ધરપકડ

સુરતના સરોલીમાં વિધર્મી હેવાન બન્યો, 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી, પોલીસે દુષ્કર્મીની કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 4:32 PM
Share

એક વિધર્મી યુવકે, નિર્દોષ ત્રણ વર્ષની બાળકી સાથે રાક્ષસ બનીને ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ હતી. મામલો બહાર આવતા જ સારોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધ્યો છે. અને દુષ્કર્મ આચરનાર વિધર્મીને પકડી પાડ્યો છે.

સુરત શહેરમાંથી એક અત્યંત સંવેદનશીલ અને શરમજનક ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. શહેરના સારોલી વિસ્તારમાં 3 વર્ષની નિર્દોષ ફુલ જેવી બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર, એક વિધર્મી યુવકે, નિર્દોષ ત્રણ વર્ષની બાળકી સાથે રાક્ષસ બનીને ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ હતી. મામલો બહાર આવતા જ સારોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધ્યો છે. અને દુષ્કર્મ આચરનાર વિધર્મીને પકડી પાડ્યો છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં, વિધર્મી આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ કરી છે. હાલ આરોપીને કાયદેસર પ્રક્રિયા હેઠળ રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પીડિત બાળકી માટે જરૂરી તબીબી સારવાર અને સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

સુરતના સરોલી વિસ્તારમાં ઘટેલી આ ગંભીર ઘટનાએ, સભ્ય સમાજમાં નાની બાળકીની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. સ્થાનિક લોકો દ્વારા આરોપી સામે કડક અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, મામલાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને તમામ કાનુની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે તેની સાથોસાથ આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

ચૂંટણી ટાણે 75 ગામના લોકોને કરાવેલા નાસ્તો, ભોજનનુ બિલ બાકી, રૂપિયા માંગતા પૂર્વ સાંસદે આપી ધમકી, પોલીસમાં કેસ કરવા દાખલ કરાઈ અરજી

 

Published on: Apr 24, 2026 04:29 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">