AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ, સવારે 7 વાગ્યાથી અધિકારીઓને ફિલ્ડ પર ફરજિયાત હાજર રહેવા આદેશ

Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ, સવારે 7 વાગ્યાથી અધિકારીઓને ફિલ્ડ પર ફરજિયાત હાજર રહેવા આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 11:52 AM
Share

વડોદરામાં હવે આળસું અધિકારીઓ પર તવાઈ બોલાવાશે. વડોદરામાં નાગરિક સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતી ફરિયાદો અને કામમાં થતી ઢીલાશને ધ્યાનમાં રાખીને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. અધિકારીઓને ફિલ્ડ પર પહેલાથી જ ફરજિયાત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે. 

અરુણ બાબુભાઇ મહેશ બાબુ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ હવે તમામ અધિકારીઓને સવારે 7 વાગ્યાથી ફરજિયાત ફિલ્ડ પર હાજર રહેવું પડશે. મ્યુનિસિપલ કમિશનરે અગાઉના પરિપત્રનો કડક અમલ શરૂ કરી દીધો છે અને સ્પષ્ટ સૂચના આપી છે કે નાગરિકોના પ્રશ્નોના નિવારણમાં કોઈ વિલંબ સ્વીકાર્ય નહીં રહેશે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરમાં રોડ-રસ્તા, ગંદકી, ડ્રેનેજ અને અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવાનો છે. તંત્ર દ્વારા માનવામાં આવે છે કે નિયમિત ફિલ્ડ વિઝિટ અને સીધી દેખરેખથી કામગીરીમાં સુધારો આવશે અને ફરિયાદોના નિવારણમાં ગતિ આવશે. આ આદેશ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓમાં પણ ચકચાર જોવા મળી રહી છે અને હવે દરેક વિભાગને વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો, 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા

Published on: Apr 24, 2026 11:42 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">